મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 59,318 લોકો કોરોનાથી સાજા થયા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 59,318 લોકો કોરોનાથી સાજા થયા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો

મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 34,389 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 59,318 લોકો પણ કોરોના વાયરસથી સ્વસ્થ થયા. નવા કેસો કરતા રિકવરી વધુ થવાને કારણે રાજ્યમાં સક્રિય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Chandrakant Kanoja

|

May 16, 2021 | 10:30 PM

મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે છેલ્લા 24 કલાકમાં Corona વાયરસના 34,389 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 59,318 લોકો પણ કોરોના વાયરસથી સ્વસ્થ થયા. નવા કેસો કરતા રિકવરી વધુ થવાને કારણે રાજ્યમાં સક્રિય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.રવિવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 974 લોકોનાં મોત નીપજ્યાં છે.

હાલમાં રાજ્યમાં  Corona ના સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,68,109 પર આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મૃત્યુઆંક 81,486 પર પહોંચી ગયો છે. શનિવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 960 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મુંબઇમાં Corona  વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1544 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોનાં મોત પણ થયા છે. રવિવારે શહેરમાં કોરોનાને મ્હાત આપીને 2438 દર્દીઓ સ્વસ્થ થયા હતા. શહેરમાં હાલમાં કોરોના વાયરસના 35,702 સક્રિય કેસ છે.

જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ફેમિલી ડોકટરો તરીકે ફરજ બજાવતા ડોકટરોને કોવિડ -19 સામેની લડતમાં રાજ્યને સમર્થન આપવા અને આઈસોલેશનમાં રહેતા દર્દીઓ માટે યોગ્ય સારવાર સલાહ આપવાની અપીલ કરી છે. ખાનગી પ્રેક્ટિસ કરનારા ડોકટરો અને કોવિડ -19 કર્મચારીઓના સભ્યો સાથે ડિજિટલ વાર્તાલાપ દરમિયાન ઠાકરેએ કહ્યું હતું કે દર્દીઓએ તેમના પરિવારના ચિકિત્સકો પર બીજા કોઈ કરતાં વધારે વિશ્વાસ કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું,જો પારિવારિક તબીબો આ વાયરસ ચેપ સામેની લડતમાં સામેલ થાય તો આઇસોલેશનમાં રહેતા કોવિડ -19 દર્દીઓની સારવાર પ્રક્રિયા અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati