મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, માર્ચ મહિનામાં લાખોમાં પહોંચ્યો આંકડો, આટલા થયા મોત

દેશમાં એકવાર ફરીથી કોરોના વાઈરસે પોતાનું વિકરાળ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના રોજના 50 હજારથી પણ વધારે કેસો આવી રહ્યા છે.

  • Tv9 webdesk41
  • Published On - 18:39 PM, 30 Mar 2021
મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, માર્ચ મહિનામાં લાખોમાં પહોંચ્યો આંકડો, આટલા થયા મોત
મહારાષ્ટ્રમાં કોરોનાનો મહા વિસ્ફોટ, માર્ચ મહિનામાં લાખોમાં પહોંચ્યો આંકડો, આટલા થયા મોત

દેશમાં એકવાર ફરીથી કોરોના વાઈરસે પોતાનું વિકરાળ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના રોજના 50 હજારથી પણ વધારે કેસો આવી રહ્યા છે. જેને કારણે થઈને ગયા વર્ષની ખતરનાક યાદો તાજી થઈ રહી છે, જેમાં કોરોના મહામારીના આગમન સાથે જે રીતે લોકોમાં ભયમાં જોવા મળતા હતા તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે લોકડાઉન અમલમાં નથી, જેને કારણે કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, જે ઘણું જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત ચાલુ છે. આ વર્ષનો માર્ચ મહિનો રાજ્ય માટે સૌથી ઘાતક સાબિત થયો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન થવાના ભય વચ્ચે આ મહિનાના આંકડા આશ્ચર્યજનક છે. રાજ્યમાં 1 થી 29 માર્ચ દરમિયાન કોરોના વાયરસના લગભગ 6 લાખ નવા કેસ નોંધાયા છે.કોરોના મહામારી શરૂ થતાં જ મહારાષ્ટ્ર કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે.

આંકડાઓ બતાવે છે કે 1 થી 29 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 5 લાખ 90 હજાર 448 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 5 લાખ 93 હજાર 192 નવા કેસ નોંધાયા હતા.

વર્ષ 2021ની શરૂઆતમાં, મહારાષ્ટ્રમાં કોરોના કેસ અગાઉના ત્રણ મહિનાની તુલનામાં ઝડપથી ઘટતા હતા. પરંતુ આ મહિનામાં નવા કેસોએ છેલ્લા ચાર મહિનાથી રેકોર્ડ તોડ્યો છે. નવેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન રાજ્યમાં કોરોના 4 લાખ 87 હજાર 519 નવા કેસ નોંધાયા હતા.

સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 31 હજાર 643 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 102 મૃત્યુ થયાં હતાં. તેના એક દિવસ પહેલા રવિવારે રાજ્યમાં રેકોર્ડ 40 હજાર 414 નવા કેસ સામે આવ્યા હતા.મહારાષ્ટ્ર રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના 27 લાખ 45 હજાર 518 કેસ નોંધાયા છે અને આના કારણે 54 હજાર 283 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

17 માર્ચથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં દરરોજ 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ મહિને રાજ્યમાં કોરોનાને કારણે 2 હજાર 129 લોકોનાં મોત થયાં છે.

રાજ્ય દ્વારા બનાવાયેલા ટાસ્ક ફોર્ટના સભ્ય ડો.રાહુલ પંડિતના જણાવ્યા મુજબ, હાલમાં મહારાષ્ટ્રમાં આ આંકડો વધશે કેમ કે પરીક્ષણોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સોમવારે રાજ્યમાં પોઝિટિવિટી દર 14.08 ટકા હતો જ્યારે રિકવરી રેટ 85.71 ટકા હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ 1 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.