ભગવાન રામ પર NCP નેતા જીતેન્દ્ર આહ્વાડે આપ્યુ વિવાદી નિવેદન, ભાજપે કાઢી ઝાટકણી
શિરડીમાં પાર્ટીની શિબિરમાં એનસીપી નેતા જીતેન્દ્ર આહ્વાડે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. જેને લઈને ભાજપ અને અજીત પવાર જૂથની એનસીપી આક્રમક મોડમાં છે. ભાજપે તો આ નિવેદનને અત્યંત શરમજનક ગણાવ્યુ છે.

NCP નેતા જીતેન્દ્ર આહ્વાડે ભગવાન શ્રીરામ પર દેવાયેલા વિવાદાસ્પદ નિવેદનને ભાજપે શરમજનક ગણાવ્યુ છે. જીતેન્દ્ર આહ્વાડ શરદ પવાર જૂથની એનસીપીના નેતા છે. ભાજપે દાવો કર્યો છે કે એનસીપી નેતાનું નિવેદન એક ષડયંત્ર છે. રામ મંદિર બની રહ્યુ છે એ તેમનાથી સહન નથી થઈ રહ્યુ .
શિરડીમાં પાર્ટીની શિબિરમાં એનસીપી નેતા જીતેન્દ્ર આહ્વાડે ભગવાન શ્રીરામ પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે રામ અમારા છે જન જનના છે. આ જ દરમિયાન તેમણે ભગવાન રામના ભોજન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ. તેમના આ નિવેદન પર ભાજપનુ સૌથી પહેલુ રિએક્શન સામે આવ્યુ. ભાજપે સવાલ ઉઠાવ્યો કે શું જીતેન્દ્ર આહ્વાડ ત્રેતા યુગ જોવા ગયા હતા?
NCP (અજીત પવાર જૂથ) એ પણ કરી નિંદા
જીતેન્દ્ર આહ્વાડના નિવેદનની અજીત પવાર જૂથની એનસીપીએ પણ નીંદા કરી છે. એનસીપી અધ્યક્ષ સુનિલ તટકરે કટાક્ષ કર્યો કે જીતેન્દ્ર આહ્વાડ પાસે લાગે છે કે ડૉક્ટરેટની ડિગ્રી છે. આહ્વાડ જ બસ આ દુનિયામાં સૌથી વધુ જ્ઞાની છે. તેમના જેટલુ જ્ઞાન કોઈ પાસે નથી. આથી આ પ્રકારનું નિવેદન માત્ર તે જ આપી શકે છે.
આ પણ વાંચો: હવે નહીં ચાલે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓની મનમાની, નવા વર્ષે સરકાર લાવી શકે છે આ મોટા ફેરફાર- ખાસ વાંચો
ઉદ્ધવના નિવેદન પર પણ હુમલો
શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પર પણ સુનિલ તટકરેએ પ્રહાર કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે રામ મંદિર કોઈની જાગીર નથી. તેઓ પહેલા પણ રામ મંદિર ગયા હતા અને આગળ પણ જશે. ત્યાં જવા માટે કોઈના પણ આમંત્રણની જરૂર નથી. જેના પર સુનિલ તટકરેએ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઈને જે નિવેદન આપી રહ્યા છે તે રાજનીતિથી પ્રેરિત છે. અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર સુનિલ તટકરેએ જણાવ્યુ કે તેમણે સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમને લઈને મલંગગડ પર જે કહ્યુ તેનો જવાબ આપવામાં તેઓ સક્ષમ છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
