કોંગ્રેસના કાર્યકરે શિવસેનાના કાર્યકરોને છેતર્યા, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે ઠગાઈ

શમીમ બાનો પોતાને કોંગ્રેસ પક્ષની રાજ્ય સચિવ કહેતી હતી. તેમજ ગરીબ મહિલાઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે ઠગાઈ કરતી હતી. કલ્યાણ તેના પર વધુ તપાસ કરી રહ્યું છે.

  • tv9 webdesk37
  • Published On - 19:18 PM, 25 Feb 2021
કોંગ્રેસના કાર્યકરે શિવસેનાના કાર્યકરોને છેતર્યા, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે ઠગાઈ
પ્રતિકાત્મક તસ્વીર

મુંબઇને અડીને આવેલા કલ્યાણમાં શિવસેનાની મહિલા અધિકારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસની મહિલા અધિકારીને જાહેરમાં માર માર્યો હતો. ત્યાર બાદ તેમને પોલીસને હવાલે કર્યા હતા. હકીકતમાં કોંગ્રેસના નેતા પર આરોપ છે કે તેઓએ થાણા, મુંબઇ, વસઈ-વિરાર, રાયગઢ વિસ્તારોની ગરીબ મહિલાઓને પ્રધાનમંત્રી મુદ્રા લોન સ્કીમ બેંકમાંથી લોન અપાવવાના નામે હજારો મહિલાઓ સાથે છેતરામણી કરી છે. કલ્યાણના મહાત્મા ફુલે પોલીસ સ્ટેશને આ કેસમાં આરોપી શમીમ બાનોની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી રહી છે.

શમીમ બાનો પોતાને કોંગ્રેસ પક્ષની રાજ્ય સચિવ કહેતી હતી, એટલે કે તેઓ કોંગ્રેસના નેતા હતા અને વ્યવસાયે તે સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતી હતી. મંગળવારે સાંજે શિવસેનાની મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યકર શમીમ બાનોની જોરદાર ધુલાઈ કરી હતી. રસ્તા પર જ મારામારી થઇ હતી.

આ ઘર્ષણ દરમિયાન શમીમને બચાવવા એક યુવક આવી પહોંચ્યો હતો પરંતુ એ પણ આ મહિલાઓના મારનો ભોગ બન્યો હતો. શમીમ બાનો છેલ્લા બે વર્ષથી એક રાષ્ટ્રીય બચત એકાઉન્ટ મહિલાઓના નામ પર ચલાવવાનો દાવો કરતી હતી. અને ગરીબ મહિલાઓને બચતની લાલચ અપીનેપહેલા તેમની પાસેથી સદસ્ય બનવા માટે 1500 વસુલતી હતી. આ બાદ તેમને એક સ્લીપ આપતી અને થોડા દિવસો પછી મહિલાઓને કહેતી કે તે બેંક પાસેથી પ્રધાનમંત્રી મુદ્રા લોન સ્કીમ અંતર્ગત તેમને લોન અપાવી શકે છે. આ માટે તેમણે માત્ર 15થી 20 હજાર રૂપિયા પ્રોસેસીંગ ફી આપવી પડશે.

લોકોને અપેક્ષા રહેતી કે શમીમ પહેલાથી જ બચત ખાતું ચલાવે છે, તેથી તે મુદ્રા લોન પણ અપાવી શકે છે. જેથી લોકો સરળતાથી તેના પર વિશ્વાસ કરી લેતા. શમીમ બાનો મહિલાઓને જે લેટર આપતી હતી તેના પર વડા પ્રધાનના કાર્યાલયનો સ્ટેમ્પ અને લેટર પર વડા પ્રધાન લોન યોજના જેવી બાબતો લખેલી રહેતી. આ દસ્તાવેજ પુરાવો છે કે કોંગ્રેસના નેતા કેવી રીતે પીએમ મોદીના નામે બનાવટી લોન કૌભાંડ ચલાવી રહી હતી. લોકોને એવી પણ લાલચ આપવામાં આવતી કે જ્યારે લોન ભરવાનો સમય આવશે ત્યારે લોનની અડધી રકમ સબસિડીમાંતજી ભરાઈ જશે. અને આ કારણે વધુ લોકો ફસાતા હતા.

કલ્યાણના ડીસીપીનું કહેવું છે કે હુમલાની કોઈ ઘટના સામે આવી નથી અને ના કોઈએ ફરિયાદ કરી છે. છેતરપિંડીની વાત કરવામાં આવે તો શમીમ પર 4 થી 5 છેતરપિંડીના કેસ પહેલાથી નોંધાયા છે. જે રીતે તેણે પહેલા બચત ખાતું ખોલાવ્યું અને ત્યારબાદ મુદ્રા લોનના નામે છેતરપીંડી કરી તે ગંભીર બાબત છે. શમિમ બાનોની ધરપકડ કરવામાં આવી છે અને તેના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ કહે છે કે આ કેસમાં તપાસમાં ઊંડાણમાં જવું જરૂરી છે કારણ કે વડા પ્રધાનના નામે છેતરપિંડી કરવામાં આવી રહી હતી, તેથી આ કેસ વધુ ગંભીર છે.