મહારાષ્ટ્ર મોડેલ પર યુપી ચૂંટણીની તૈયારી, શિવસેના બાદ હવે સામે આવ્યો કોંગ્રેસનો માસ્ટર પ્લાન

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની પસંદગી સાથે છ કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ આ રણનીતિ અપનાવવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર મોડેલ પર યુપી ચૂંટણીની તૈયારી, શિવસેના બાદ હવે સામે આવ્યો કોંગ્રેસનો માસ્ટર પ્લાન
ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીને લઈને સામે આવ્યો કોંગ્રેસનો માસ્ટર પ્લાન

વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Elections 2022)ની તૈયારીઓ હવે તમામ પક્ષોએ શરૂ કરી દીધી છે. આગામી વર્ષે એટલે કે 2022માં ઉત્તર પ્રદેશ માટે વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે હવે કોંગ્રેસે પણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi INC) 30 વર્ષ પછી સંગઠનમાં મોટો બદલાવ કરી શકે છે. આ માટે ગાંધી પરિવાર મહારાષ્ટ્ર મોડલ (Maharashtra Model) પર કામ કરી રહ્યો છે. થોડા મહિના પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસે પ્રદેશ પ્રમુખની પસંદગી કરી હતી.

 

પરંતુ પ્રદેશ પ્રમુખની પસંદગી સાથે છ કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ આ રણનીતિ અપનાવવા જઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને નેતાઓ પ્રદેશ પ્રમુખ અજયસિંહ લલ્લુથી (Ajay Singh Lallu) નારાજ છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી પાર્ટીમાં જૂથવાદ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

લક્ષ્ય પર હશે માત્ર 100 બેઠકો, પરંતુ વ્યૂહરચના ચોક્કસ હોવી જોઈએ

પ્રિયંકા ગાંધીએ પાર્ટીથી નારાજ એવા નેતાઓ અને કાર્યકરોને સમજાવવાનું શરૂ કરી દીધું છે. તેઓએ તે મુજબ જ્ઞાતી સમીકરણ ગોઠવવાનું શરૂ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો છે. કોંગ્રેસ માત્ર 100 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી શકાય.

 

મહારાષ્ટ્રમાં જે રીતે મહા વિકાસ આઘાડી સરકાર કામ કરી રહી છે, જો યુપીમાં પાછળથી ત્રણ પક્ષોની સરકાર રચાશે તો કોંગ્રેસ તેનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરશે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 7 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ જીતની ટકાવારી વધારવાનો પ્રયાસ કરી રહી છે.

 

પ્રિયંકાની રણનીતિ સ્પષ્ટ, 100માંથી 80 સીટ જીતવાની આશા

પ્રિયંકા ગાંધી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો હશે. આથી જ પ્રિયંકા ગાંધી કોંગ્રેસની રણનીતિ બનાવવામાં રાતદિવસ મહેનત કરી રહ્યા છે. 100 બેઠકો જીતનારા ઉમેદવારોની શોધ પણ શરૂ કરી દેવાય છે. આની પાછળની રણનીતિ સ્પષ્ટ છે.

 

કોંગ્રેસ 100માંથી ઓછામાં ઓછી 80 બેઠકો જીતશે તો જ તેના વિના યુપીમાં સરકાર બનાવવી મુશ્કેલ બનશે. શનિવારે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ટિકિટની ઉમેદવારી માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી મોકલવા માટે 11 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

 

શિવસેનાએ ગઈ કાલે 403 બેઠકો પર લડવાની કરી હતી વાત

શિવસેનાએ પણ ગઈ કાલે યુપીમાં 403 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી હતી. આજે (રવિવાર, 12 સપ્ટેમ્બર) પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે આ સંખ્યા ઘટાડીને 100 કરી છે. એટલે કે શિવસેના અને કોંગ્રેસની વ્યૂહરચના અહીં સમાન છે. તે ઓછી સીટ માટે લડશે, પરંતુ સારી રીતે લડશે.

 

સંજય રાઉતે કહ્યું કે તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે કેટલાક અન્ય નાના પક્ષો સાથે વાતચીત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ રાઉતે મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશમાં મહા વિકાસ આઘાડી સરકારના પ્રયોગનું પુનરાવર્તન થવાની સંભાવનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે ગોવા માટે આવો અવકાશ હોઈ શકે છે.

 

2017ના ઉત્તરપ્રદેશ ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો શિવસેનાએ યુપીમાં 57 બેઠકો પર ચૂંટણી લડી હતી. 56 બેઠકો પર શિવસેનાના ઉમેદવારોની થાપણો જપ્ત કરવામાં આવી હતી. માત્ર એક જ સીટ પર કોઈક રીતે જામીન જપ્ત થતા બચી ગઈ. હવે આવી સ્થિતિમાં શિવસેના 100 બેઠકો પર લડવાની વાત કરી રહી છે. તેને બહાદુરી નામ આપવું કે મૂર્ખતાનું આ તો  ચૂંટણીનું પરિણામ આવશે, ત્યારે જ સમજાશે.

 

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈને અડીને આવેલા થાણેના રાબોડીમાં ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2ના મોત, 1 ગંભીર

Click on your DTH Provider to Add TV9 Gujarati