Maharashtra: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના PAના બંગલા પર ચાલ્યું બુલડોઝર, જાણો ભાજપના નેતાએ શું આપ્યું નિવેદન

ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ આ બંગલાના ગેરકાયદેસર બાંધકામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ બંગલાની ગેરકાયદેસરતાના ઘણા પુરાવાઓ પણ આપ્યા હતા.

Maharashtra: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના PAના બંગલા પર ચાલ્યું બુલડોઝર, જાણો ભાજપના નેતાએ શું આપ્યું નિવેદન
CM Uddhav Thackeray's Secretary Milind Narvekar's illegal bunglow demolished
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:41 PM

Maharashtra:  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પીએ મિલિંદ નાર્વેકરનો (Milind Narvekar, Secretary Shivsena) દરિયા કિનારે બનાવેલો ગેરકાયદેસર બંગલો ધરાશાયી થઈ ગયો છે. જે બંગલા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તે રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકાના મુરુડ દરિયા કિનારા પર આવેલો હતો.

ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ આ બંગલાના ગેરકાયદેસર બાંધકામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ બંગલાની ગેરકાયદેસરતાના ઘણા પુરાવાઓ પણ આપ્યા હતા. આ પછી નાર્વેકરે જાતે જ પોતાનો બંગલો તોડવાનું શરૂ કર્યું. મિલિંદ નાર્વેકરને મુખ્યમંત્રીના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેથી, આ ઘટના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

કિરીટ સોમૈયા દ્વારા બંગલાની તોડ – ફોડનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, ‘અમે તે કરી બતાવ્યું, હવે પછીનો  નંબર પરિવહન મંત્રી અનિલ પરબ (Anil Parab, Minister of Transport, Maharashtra) ના રિસોર્ટનો છે.’ આગળ કિરીટ સોમૈયાએ લખ્યું છે, ‘કાલે હું જાતે જ દપોલી જઈને,  તોડવા માટે થયેલાં કામની તપાસ કરીશ. ‘

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અમે તે કરી બતાવ્યું, હવે આગળ પરિવહન મંત્રી અનિલ પરબનો નંબર- કિરીટ સોમૈયાનું નિવેદન

મિલિંદ નાર્વેકરના બંગલાનું બાંધકામ સીઆરઝેડ-3 (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-CRZ) હેઠળ આવી રહ્યું હતું. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે મિલિંદ નાર્વેકર દ્વારા આ બંગલાના નિર્માણ માટે વહીવટીતંત્ર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તેમણે આ અંગે સંબંધિત ગ્રામ પંચાયત, તહસીલ કચેરી, જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા બીચ વ્યવસ્થાપન સમિતિ, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને પર્યાવરણ વિભાગને ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કિરીટ સોમૈયા દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયના દબાણને કારણે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ ફરિયાદ બાદમાં લોકાયુક્ત અને નેશનલ ગ્રીન ઓથોરિટી સુધી પણ પહોચાડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પછી, હવે મિલિંદ નાર્વેકર દ્વારા જ તેમના બંગલા પર હથોડા મારવામાં આવ્યા છે અને બંગલાને તોડી પાડવાની સ્થિતિમાં પહોચાડાયો છે.

આ ઉપરાંત કિરીટ સોમૈયાએ આક્રમક પ્રહારો પણ કર્યા. તેમના જણાવ્યા મુજબ રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબે પણ મુરુડના બીચ પર ગેરકાયદેસર રિસોર્ટ પણ બનાવ્યા છે. તેમણે આની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે અનિલ પરબના રિસોર્ટ પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.

આ પણ વાંચો :

Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">