મહારાષ્ટ્રમાં આફત બનીને વરસશે વાદળો! આગામી 4 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, મુંબઈ સહિત કોંકણ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ (23 જુલાઈ)થી મુંબઈ સહિત કોંકણ, નાસિક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આફત બનીને વરસશે વાદળો! આગામી 4 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, મુંબઈ સહિત કોંકણ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 12:54 PM

મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. આવતીકાલ (23 જુલાઈ)થી મુંબઈ સહિત કોંકણ, નાસિક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે વરસાદે તબાહી મચાવી હતી, ત્યાર બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી થોડી રાહત થઈ હતી, પરંતુ હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. રવિવાર અને સોમવારે મરાઠવાડાના જાલના, હિંગોલી, નાંદેડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે. જેના કારણે પૂર રાહતની કામગીરી ઝડપી બની હતી. છેલ્લા બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો અને મધ્યમ વરસાદ થયો છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. પરંતુ ફરી એકવાર હવામાન વિભાગે આવતીકાલથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે ફરી એક વખત વરસાદની આગાહી જાહેર થતાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ચિંતા વધી ગઈ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પૂરની સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી હતી કે ફરી ભારે વરસાદની આગાહી

બુલઢાણા જિલ્લામાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલથી વરસાદમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ એક દિવસ પહેલા સુધીના મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરંતુ ધીમે ધીમે પૂરની સ્થિતિ કાબુમાં આવતી જોવા મળી રહી છે. કોલ્હાપુરની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી વરસાદના અભાવે અહીં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. ખેડૂતો વધુને ઝડપથી ખેતીની પ્રવૃતિઓમાં લાગી ગયા છે. કોલ્હાપુર જિલ્લાના લગભગ 16 ડેમમાં પાણીનું સ્તર નીચે આવ્યું છે. વાહનવ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો છે. પરંતુ હજુ પણ 15 ડેમોમાં પાણીની સપાટી વધી છે, અહીં પણ ધીમે ધીમે પાણીની સપાટી નીચે આવી રહી છે. ટૂંક સમયમાં અહીં પણ વસ્તુઓ સામાન્ય થઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">