Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલની ટાટા સન્સના ચેરમેન સાથે મહત્વની બેઠક, આ ખાસ મુદ્દાઓ પર થઇ વાત

Vibrant Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ સમિટ 2022 ને લઈને હાલ મુંબઈમાં છે. તો ત્યાં તેઓ મુંબઈમાં ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને મળ્યા.

Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલની ટાટા સન્સના ચેરમેન સાથે મહત્વની બેઠક, આ ખાસ મુદ્દાઓ પર થઇ વાત
CM Bhupendra Patel and Natarajan Chandrasekhar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:49 AM

Vibrant Gujarat Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) વાયબ્રન્ટ સમિટ 2022 ના (Vibrant Gujarat Summit 2022) રોડ શો અંગે હાલ મુંબઈમાં છે. તેઓએ રોડ શો પહેલા મુંબઈના તાજ પેલેસમાં (Mumbai Taj palace) અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી આ દરમિયાન ટાટા સન્સના (Tata sons) ચેરમેન નટરાજ ચંદ્રશેખર મળ્યા.

CM ને મળીને નટરાજ ચંદ્રશેખરે ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. તેમણે ટાટા હોટેલ્સને લઈને પણ CM ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી. તો આ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા નટરાજ ચંદ્રશેખરે વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે આ ઉપરાંત તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાનશન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

તો આજે મુંબઇમાં CM હોટલ તાજ પેલેસ (Taj Palace) ખાતે બિઝનેસ લીડર્સ-અગ્રણી અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. બેઠકમાં મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર કરશે તેવી માહિતી હતી.

તમને જણાવી દઈએ કે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. આ દરમિયાન CM સાથે નાણાપ્રધાન, ઉદ્યોગ રાજ્યપ્રધાન,મુખ્ય અગ્ર સચિવ સહિતના અધિકાર હાજર રહેશે. આ ઉપરાંત CM પટેલ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત કરશે.

મહત્વનું છે કે, રાજ્યની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ MoU કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. 25 નવેમ્બર એટલે કે ગયા ગુરુવારે CM પટેલે દિલ્લીમાં ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. અને કરોડો રૂપિયાના MoU કર્યા હતા.

તો અત્યાર સુધીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

વડાપ્રધાનની પહેલને કારણે દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે. ગાંધીનગર ખાતે 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 સમયે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન થયું છે.

આ પણ વાંચો: Big News: ખરાબ વાતાવરણમાં નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી, 10થી 15 માછીમારો લાપતા

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">