100 કરોડની વસૂલી મામલે CBIએ અનિલ દેશમુખને મોકલ્યું સમન, 14 એપ્રિલે હાજર થવા માટે કહ્યું 

મહારાષ્ટ્ર (Maharashtra)માં 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસની તપાસ CBI કરી રહી છે. આ કેસમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh)ની મુશ્કેલીઓ હવે વધવા લાગી છે.

100 કરોડની વસૂલી મામલે CBIએ અનિલ દેશમુખને મોકલ્યું સમન, 14 એપ્રિલે હાજર થવા માટે કહ્યું 
Former Home Minister Anil Deshmukh (File Image)
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 7:40 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં 100 કરોડ રૂપિયાની વસૂલીના કેસની તપાસ CBI કરી રહી છે. આ કેસમાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh)ની મુશ્કેલીઓ હવે વધવા લાગી છે. CBIએ અનિલ દેશમુખને પૂછપરછ માટે હાજર થવા માટે સમન મોકલ્યું છે. CBIએ 14 એપ્રિલે અનિલ દેશમુખને હાજર થવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખે 100 કરોડની વસૂલી માટે સચિન વાજેને ટાર્ગેટ આપ્યો હતો.

આ પહેલા રવિવારે અનિલ દેશમુખના અંગત સહાયકોની CBIએ પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દેશમુખના અંગત સચિવ સંજીવ પલાન્ડે અને અંગત સહાયક કુંદન શિંદેને મુંબઈ હાઈકોર્ટના આદેશ પર શરૂ કરવામાં આવેલી પ્રાથમિક તપાસ હેઠળ પૂછપરછ માટે  CBI ટીમની સામે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું કે CBIના અધિકારીએ સાંતાક્રૂજ સ્થિત DRDOના અતિથિ ગૃહમાં બંને સાથે પૂછપરછ કરી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વસૂલીના આદેશ દરમિયાન પલાન્ડે હાજર હતો 

અધિકારીઓએ જણાવ્યું કે પરમબીરસિંહે પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે જ્યારે દેશમુખે સસ્પેન્ડેડ પોલીસકર્મી સચિન વાજે સાથે મુંબઈના બાર અને રેસ્ટોરન્ટ પાસેથી 100 કરોડ રૂપિયા દર મહિને વસૂલવા માટે કહ્યું હતું. તે સમયે પલાન્ડે પણ ત્યાં હાજર હતો. વાજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક ગાડીમાં વિસ્ફોટક સામગ્રી મળવાના કેસમાં NIAની તપાસનો સામનો કરી રહ્યા છે, કહેવામાં આવે છે કે તેમને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રકારની એક અન્ય વાતચીત દરમિયાન કુંદન પણ ત્યાં હાજર હતો.

હાઈકોર્ટના આદેશ બાદ CBIએ શરૂ કરી તપાસ 

CBIએ હાઈકોર્ટના આદેશ પર અનિલ દેશમુખની વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તેના માટે અધિકારીઓની એક ટીમ દિલ્હીથી મુંબઈ મોકલવામાં આવી છે. CBI સચિન વાજે, પરમબીરસિંહ અને મુંબઈ પોલીસના અન્ય અધિકારીઓ સાથે પહેલાની પૂછપરછ કરી ચૂકી છે.

 આ પણ વાંચો: Junagadh: માણાવદરના કુખ્યાત શખ્સ પાસેથી મળ્યા 16 હથિયાર, ક્યાંથી આવ્યો આટલો મોટો જથ્થો?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">