CBIએ અનિલ દેશમુખના જામીનનો વિરોધ કર્યો, આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે

અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે આર્થર રોડ જેલમાં બંધ છે.

CBIએ અનિલ દેશમુખના જામીનનો વિરોધ કર્યો, આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે
Anil DeshmukhImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 3:35 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે કહ્યું હતું કે ભૂતપૂર્વ પોલીસકર્મી સચિન વાજેના કબૂલાતભર્યા નિવેદનથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે (Anil Deshmukh) તેમને મુંબઈના બાર માલિકો પાસેથી પૈસા પડાવવા માટે કહ્યું હતું. કથિત ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા દેશમુખની જામીન અરજીનો વિરોધ કરતા સીબીઆઈએ કહ્યું કે અન્ય કેસોમાં વાજેની સંડોવણી વરિષ્ઠ નેતા સામેના ભ્રષ્ટાચારના કેસની યોગ્યતા પર કોઈ અસર કરતી નથી.

અનિલ દેશમુખની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે આર્થર રોડ જેલમાં બંધ છે. ભૂતપૂર્વ પ્રધાનને ગયા અઠવાડિયે મુંબઈ હાઈકોર્ટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવામાં આવ્યા હતા, જેના પગલે તેમણે ભ્રષ્ટાચારના કેસમાં જામીન માટે વિશેષ સીબીઆઈ કોર્ટમાં ગયા હતા.

CBIએ દેશમુખની જામીન અરજીનો વિરોધ કર્યો

દેશમુખે સ્પેશિયલ સીબીઆઈ જજ એસએચ ગ્વાલાની સમક્ષ ગયા અઠવાડિયે એડવોકેટ્સ અનિકેત નિકમ અને ઈન્દરપાલ સિંહ મારફત જામીન અરજી દાખલ કરી હતી. દેશમુખે તેમની અરજીમાં દાવો કર્યો હતો કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાજેએ મળીને કામ કર્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બારના માલિકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવા માટે વાજે એકમાત્ર વ્યક્તિ હતો તેના પૂરતા પુરાવા છે. દેશમુખની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વાજે એન્ટીલિયા બોમ્બ કેસ અને ખ્વાજા યુનુસના કસ્ટોડિયલ ડેથ સહિત અનેક કેસમાં આરોપી છે.

જો વાજે અન્ય કેસમાં ફસાયા હોય તો દેશમુખને નિર્દોષ કેવી રીતે કહી શકાય?

સીબીઆઈએ તેના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ કેસના સાક્ષી, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંજય પાટીલે તેની અને પરમબીર સિંહ વચ્ચે વોટ્સએપ ચેટની વાત સ્વીકારી છે. સીબીઆઈએ કહ્યું કે આ વાતચીતમાં ગૃહમંત્રી (એચએમ સર)નો વિશેષ સંદર્ભ હતો અને તે એચએમ સર અને પલાંડે (સહ આરોપી) હતા જેમણે મુંબઈના બારમાંથી કલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, વાજેની કબૂલાત પણ સ્પષ્ટપણે આરોપી નંબર વન (દેશમુખ)ના નામનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિના ઇશારે તેણે બારના માલિકો પાસેથી ખંડણી ઉઘરાવી હતી, એમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">