Mumbai: BMCએ કોરોના સામે લડવા માટે કર્યો 2000 કરોડનો અધધધ ખર્ચ, દર મહિને 200 કરોડથી વધારેનો ખર્ચ

માર્ચ 2020થી મુંબઈમાં કોરોના સંક્રમણ વધવાનું શરૂ થયું. આવી સ્થિતિમાં આકસ્મિક ફંડમાંથી અત્યાર સુધીમાં 1632.64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના 400 કરોડ રૂપિયા ખર્ચવા માટે માર્ચ 2021માં મંજૂરી લેવામાં આવી હતી.

Mumbai: BMCએ કોરોના સામે લડવા માટે કર્યો 2000 કરોડનો અધધધ ખર્ચ, દર મહિને 200 કરોડથી વધારેનો ખર્ચ
BMCએ કોરોના સામેની લડાઈમાં 2000 કરોડ ખર્ચ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:40 PM

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર (Corona in Maharashtra) પર મહદ અંશે નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. પરંતુ આ સાથે જોડાયેલા વધુ એક સમાચાર જાણવા પણ ખૂબ જ જરૂરી છે. શું તમે જાણો છો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉમદા હેતુ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?

માર્ચ 2020 અને જુલાઈ 2021ની વચ્ચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ કોરોના સંક્રમણ રોકવા માટે લગભગ 2000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આવી પરીસ્થિતિમાં હવે કોરોનાની ત્રીજી લહેરનો (Third Wave of Corona) ભય છે. એટલે કે આ ખર્ચમાં હજુ વધારો થશે. અત્યારે આ કામ માટે દર મહિને 200 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોરોનાની પ્રથમ લહેર માર્ચ 2020માં આવી હતી. BMCને 14 જમ્બો કોવિડ કેન્દ્રો અને કોરોના કેર સેન્ટરો તૈયાર છે. આ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી, મેડિકલ સાધનોની ખરીદી, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સંબંધિત હોટલ ખર્ચ, કોરોના સંક્રમિત વિસ્તારોમાં ખાણી -પીણીની સપ્લાય જેવા કામોમાં રૂ.1600 કરોડ ખર્ચ્યા છે. આ સિવાય પાલિકાએ માસ્ક ખરીદવા, ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા, દવાઓ ખરીદવા સહિત 2000 કરોડનો ખર્ચ કર્યો છે.

મોટાભાગની વ્યવસ્થા તૈયાર થઈ ચુકી છે, તેથી હવે ખર્ચ વધારે વધવાની સંભાવના નથી

માર્ચ 2020થી મુંબઈમાં કોરોના સંક્રમણ વધવાનું શરૂ થયું. આવી પરીસ્થિતિમાં આકસ્મિક ફંડમાંથી અત્યાર સુધીમાં 1632.64 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના 400 કરોડ રૂપિયા ખર્ચવા માટે માર્ચ 2021માં મંજૂરી લેવામાં આવી હતી.

મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટતા કરી છે કે કોવિડ નિયંત્રણ માટે દર મહિને 200 કરોડ રૂપિયાની જરૂર છે. જમ્બો કોવિડ સેન્ટર, કોરોના કેર સેન્ટર અત્યાર સુધીમાં તૈયાર થઈ ચુક્યા છે. હવે તેમને ફક્ત સંભાળ અને જાળવણીની જરૂર છે. તેથી હવે કોરોના ખર્ચમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. તેવું પાલિકાના અધિકારીઓનું કહેવું છે.

ઓક્સિજન બનાવવામાં 400 કરોડનો ખર્ચ

કોરોનાની બીજી લહેર દરમિયાન મુંબઈમાં ઓક્સિજનનું સંકટ હતું. આ પછી BMCએ જાતે જ ઓક્સિજન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહાનગરપાલિકા કુલ 12 હોસ્પિટલમાં ઓક્સિજન બનાવવાના પ્લાન્ટ તૈયાર કરી રહી છે. આ સિવાય ઓક્સિજન સિલિન્ડરોની ખરીદી કરવામાં આવી રહી છે. આ બધામાં કુલ 400 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. BMCના બજેટમાં આરોગ્ય વિભાગ માટે લગભગ 4,728 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Success Story : “વેસ્ટમાંથી બેસ્ટ”, સૂકા પાંદડા પર ભરતકામ કરીને આ યુવક દર મહિને 80 હજાર રૂપિયા કમાઈ છે ! બોલિવૂડ સ્ટાર્સ પણ આ કલાકારના ફેન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">