Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેનો સક્રિય રાજકારણમાંથી સંન્યાસ
મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ આજે એટલે કે દશેરાના દિવસે જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને કરી આ બાબતની જાહેરાત કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યુ કે તેઓ સક્રિય રાજકારણમાંથી ખસી રહ્યા છે કારણ કે તેમને રાજકારણમાં રસ નથી અને બીજું કોઈ કારણ નથી.

મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ આજે એટલે કે દશેરાના દિવસે જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને કરી આ બાબતની જાહેરાત કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યુ કે તેઓ સક્રિય રાજકારણમાંથી ખસી રહ્યા છે, કારણ કે તેમને રાજકારણમાં રસ નથી અને બીજું કોઈ કારણ નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સ્વેચ્છિક સંન્યાસ અંગે પોસ્ટ કરતાં નિલેશ રાણેએ લખ્યું, ‘હું હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હવે મને રાજકારણમાં રસ નથી, બીજું કોઈ કારણ નથી. તેમણે વધુમાં કહ્યું કે તેમને ચૂંટણી વગેરે લડવામાં કોઈ રસ નથી. તેમને ભાજપમાં ઘણો પ્રેમ મળ્યો. પાર્ટી સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો.’
તેણે કહ્યું, ‘હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું નાનો માણસ છું પરંતુ 19-20 વર્ષના રાજકારણમાં મને ઘણું શીખવા મળ્યું. લોકો ભલે ટિપ્પણી કરે, પરંતુ કોઈ એવી વસ્તુમાં તમારો અથવા અન્યનો સમય બગાડવાનો કોઈ અર્થ નથી કે જેના વિશે તમે ઉત્સાહી નથી. જો મેં જાણ્યે-અજાણ્યે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો તેના માટે હું ક્ષમા ચાહું છું.’
કંકાવલી સીટથી ધારાસભ્ય છે નિલેશ રાણેના ભાઇ
તમને જણાવી દઈએ કે નિલેશ રાણેના ભાઈ નિતેશ રાણે મહારાષ્ટ્રની કંકાવલી સીટથી ધારાસભ્ય છે. નિલેશ 2009માં કોંગ્રેસની ટિકિટ પર રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા સીટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, પરંતુ 2014ની ચૂંટણીમાં તેઓ શિવસેનાના નેતા વિનાયક રાઉત સામે હારી ગયા હતા. તેઓ 2019થી ભાજપના સભ્ય છે.
ભાજપ માટે મોટો ફટકો
નિલેશ રાણેની સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાતને ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલેથી જ ઉથલપાથલ ચાલી રહી છે, તેથી નિલેશ રાણેની નિવૃત્તિની જાહેરાત રાજ્ય ભાજપ માટે સારા સંકેત નથી. નિલેશ રાણેની નિવૃત્તિની જાહેરાત સાથે જ રાજ્યના રાજકારણમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.