ભંડારા દુર્ઘટના: મૃતક પરિવારના લોકોને મળશે 5 લાખનું વળતર, CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

ભંડારા દુર્ઘટના: મૃતક પરિવારના લોકોને મળશે 5 લાખનું વળતર, CM ઠાકરેએ આપ્યા તપાસના આદેશ
CM Thackeray

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભંડારા જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા 10 નવજાત બાળકોના મોત મામલે તપાસના આદેશ આપ્યા છે.

Kunjan Shukal

|

Jan 09, 2021 | 11:55 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભંડારા જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા 10 નવજાત બાળકોના મોત મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આગથી મરનારા બાળકોના પરિવારના લોકોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી.

મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરેલા નિવેદન મુજબ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હોસ્પિટલના ન્યૂબોર્ન કેયર યૂનિટમાં આગમાં દાઝતા નવજાત બાળકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ ઘટના પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ભંડારામાં હોસ્પિટલમાં લાગી આગ, 10 બાળકોના દાઝી જવાથી મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati