મારા કારણે એકનાથ શિંદે ધારાસભ્ય બન્યા, આ જ જીવનનું સૌથી મોટું પાપ; ઉદ્ધવ કેમ્પના નેતાનો પ્રહાર

હવે શિવસેનાના (Shivsena) આ સાંસદે શિંદે પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મારા કારણે એકનાથ શિંદેને ધારાસભ્યની ટિકિટ મળી. જો કે, તેમણે કહ્યું કે આજે તેમને તેનો અફસોસ છે.

મારા કારણે એકનાથ શિંદે ધારાસભ્ય બન્યા, આ જ જીવનનું સૌથી મોટું પાપ; ઉદ્ધવ કેમ્પના નેતાનો પ્રહાર
Uddhav Thackeray & Cm Eknath Shinde (File Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 07, 2022 | 7:36 AM

તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Maharashtra CM Eknath Shinde) તરીકેનો કાર્યભાર સંભાળનાર એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. ઠાકરે જૂથના નેતા એકનાથ શિંદે દ્વારા બળવો કરવામાં આવ્યા પછીથી ઉદ્ધવ કેમ્પના નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે. હવે શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે (Vinayak Raute) એ પણ એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે “મારા કારણે એકનાથ શિંદેને ધારાસભ્યની ટિકિટ મળી.” જો કે, તેમણે કહ્યું કે આજે તેમને તેનો અફસોસ છે.

રત્નાગિરીમાં મીડિયા સાથે વાત કરતા વિનાયક રાઉતે જણાવ્યું કે કેવી રીતે એકનાથ શિંદે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેમણે કહ્યું, “આ મારા જીવનનું સૌથી મોટું પાપ છે. જો મેં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને કહ્યું ન હોત તો એકનાથ શિંદેને ધારાસભ્ય પદ ન મળ્યું હોત. શિંદે ગૃહના નેતા હતા અને હું સંપર્ક અધિકારી હતો. સતીશ પ્રધાનને બાળાસાહેબ ઠાકરેએ નોમિનેટ કર્યા હતા. પરંતુ, મેં બાળાસાહેબને વિનંતી કરી અને પછી બાળાસાહેબે એકનાથ શિંદેને નામાંકિત કર્યા.” રાઉતે કહ્યું, “એકનાથ શિંદે તેમના માતા-પિતાની કસમ ખાઈને કહેવું જોઈએ કે તે સાચું છે કે નહીં.”

એકનાથ શિંદેના એક ટ્વીટ પર શાબ્દીક યુદ્ધ ગરમાયુ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા અને કહ્યું કે ઓટો રિક્ષાએ મર્સિડીઝ કારને પાછળ છોડી દીધી છે. શિંદે પહેલા આજીવિકા માટે ઓટો રિક્ષા ચલાવતા હતા. શિંદેના નિવેદન પર રાઉતે કહ્યું, “એકનાથ શિંદેએ કહ્યું હતું કે મર્સિડીઝની સ્પીડ રિક્ષાની સ્પીડ કરતા ધીમી હતી. આપણે એકનાથ શિંદેના જ્ઞાનનું સંશોધન કરવાનું છે. તેઓ ટ્વીટ કરે છે પણ કોઈ બીજું લખે છે.” રાઉતે કહ્યું કે તેમના જ્ઞાન પર સંશોધન કરવું પડશે. તેમણે કહ્યું કે જે રીતે એકનાથ શિંદે લખ્યું હતુ, આવી ભાષા કોઈ લખી શકે?

મરાઠીમાં એક ટ્વિટમાં શિંદેએ લખ્યું, “ઓટો રિક્ષાએ મર્સિડીઝ (કાર)ને પાછળ છોડી દીધી છે… કારણ કે આ સરકાર સામાન્ય માણસની છે.” નોંધનીય છે કે શિંદેએ ઓછામાં ઓછા 40 ધારાસભ્યો સાથે, શિવસેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, જેના કારણે ગયા અઠવાડિયે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. તે દરમિયાન શિવસેનાના નેતાઓએ શિંદેની ઝાટકણી કાઢી અને તેમને “ઓટો રિક્ષા ડ્રાઈવર” ગણાવ્યા.

શિંદે શરૂઆતના દિવસોમાં આજીવિકા માટે ઓટો રિક્ષા ચલાવતા હતા. ઉદ્ધવ ઠાકરેએ 29 જૂને વિધાનસભામાં વિશ્વાસ મત પર મતદાન પહેલા જ રાજીનામું આપી દીધું હતું. બીજા દિવસે, શિંદેએ 30 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઠાકરે પોતે મર્સિડીઝ કાર ચલાવીને રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati