BJP vs Shiv Sena : બાલાસાહેબ ઠાકરે બીજેપી સાથે ગઠબંધનમાંથી બહાર આવવા માંગતા હતા, એનસીપી સાથે કરવા માંગતા હતા જોડાણ, આ નેતાએ કર્યો ખુલાસો

નવાબ મલિકે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ આઠ વર્ષથી તેમના દિલ્હીના સાથી પક્ષો સાથે મળીને શિવસેનાને ખતમ કરવાના ષડયંત્રમાં વ્યસ્ત હતા. પરંતુ શિવસેના શું છે, તેમને અત્યાર સુધીમાં આ સમજમાં આવી ગયુ હશે.

BJP vs Shiv Sena : બાલાસાહેબ ઠાકરે બીજેપી સાથે ગઠબંધનમાંથી બહાર આવવા માંગતા હતા, એનસીપી સાથે કરવા માંગતા હતા જોડાણ, આ નેતાએ કર્યો ખુલાસો
NCP leader Nawab Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 10:47 PM

બાલાસાહેબ ઠાકરેએ (Balasaheb Thackeray) તેમના જીવનકાળ દરમિયાન ભાજપ સાથે જોડાણ તોડીને એનસીપી સાથે જોડાણ કરવાનું મન બનાવી લીધું હતું. આ માટે તેમણે એનસીપીને પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. કેટલાક કારણોસર દસ વર્ષ પહેલા આપેલો તેમનો પ્રસ્તાવ સ્વીકારી શકાયો ન હતો. એનસીપીના પ્રવક્તા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik) સોમવારે આ વાતનો ખુલાસો કર્યો છે. આ સાથે તેમણે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શિવસેનાને આઠ વર્ષથી ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ તેઓ આ ષડયંત્રમાં સફળ ન થઈ શક્યા. નવાબ મલિકે સોમવારે (24 જાન્યુઆરી) મીડિયાને સંબોધિત કરતી વખતે આ ખુલાસો કર્યો હતો.

નવાબ મલિકે એ પણ ખુલાસો કર્યો કે એનસીપીનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે તે વાત સામે બાલાસાહેબને કોઈ વાંધો નહોતો. ત્યારે નવાબ મલિકે કહ્યું કે કેટલાક કારણોસર બાલાસાહેબે તે સમયે જે વિચાર્યું હતું તે 2019 પહેલા થઈ શક્યું નથી. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ તેમના દિલ્હીના સહયોગીઓ સાથે મળીને શિવસેનાને ખતમ કરવા માટે કામ કરી રહ્યા હતા. પરંતુ શિવસેના શું છે, તેમને અત્યાર સુધીમાં આ સમજમાં આવી ગયુ હશે.

કોણે કહ્યું બીજેપી સાથે અલગ થઈને નીચે આવી રહી છે, શિવસેના તો હવે આગળ વધી રહી છે

નવાબ મલિકે કહ્યું કે, ‘આંકડાઓ પર નજર કરીએ તો ભાજપ સાથે રહીને શિવસેના સતત નીચે પડી રહી હતી. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 25 વર્ષથી શિવસેના બીજેપી સાથે ગઠબંધનમાં સડતી રહી. પરંતુ હવે શિવસેનાની તાકાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસોમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે રહીને નીચે આવેલી શિવસેનાનો ગ્રાફ ઊંચો જતો જોવા મળ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2019 પહેલા શિવસેના સમજી ગઈ હતી કે બીજેપીનો સાથ કેટલાક દીવસોની વાત છે

નવાબ મલિકે એમ પણ કહ્યું કે 2019 પહેલા જ શિવસેના સમજી ગઈ હતી કે ભાજપ જે પાર્ટી સાથે રહે છે, તે પાર્ટી ધીરે ધીરે ખતમ થઈ જાય છે. આ જ કારણ છે કે શિવસેના સમયસર સતર્ક થઈ ગઈ અને ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે ભાજપ શક્તિશાળી બની છે, આ દેવેન્દ્ર ફડણવીસ પણ હવે સમજી ગયા છે. પરંતુ આઠ વર્ષ સુધી તેમણે શિવસેનાને ખતમ કરવા માટે કાવતરાં ઘડ્યા.

આ પણ વાંચો :  Maharashtra: એનસીપી ચીફ શરદ પવાર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને તપાસ માટે અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">