Mumbai: પાર્ક કરેલી કાર કુવામાં ડૂબવાની ઘટના, ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં આવી, કોઇ જાનહાની નહીં

મુંબઇના ઘાટકોપરમાં એક વિચિત્ર ઘટના સામે આવી, જ્યાં રામનિવાસ સોસાયટી નજીક પાર્ક કરેલી કાર અચાનક એક ઉંડા ખાડામાં ગરકાવ થઇ ગઇ. જોતજોતામાં આખેઆખી કાર ઉંડા પાણીના કુવામાં ગાયબ થઇ ગઇ.

| Updated on: Jun 14, 2021 | 8:33 AM

મુંબઇના ઘાટકોપરમાં એક વિચિત્ર ઘટના સામે આવી, જ્યાં રામનિવાસ સોસાયટી નજીક પાર્ક કરેલી કાર અચાનક એક ઉંડા ખાડામાં ગરકાવ થઇ ગઇ. જોતજોતામાં આખેઆખી કાર ઉંડા પાણીના કુવામાં ગાયબ થઇ ગઇ. મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદને પગલે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કાર જ્યા પાર્ક કરાઇ હતી ત્યાં એક ઉંડો કુવો હતો અને સમયાંતરે આ કુવાનું પુરાણ કરીને રોડ બનાવી દેવાયો હતો. જોકે ભારે વરસાદને પગલે કુવો બેસી ગયો અને પાર્ક કરેલી કાર કુવામાં ડૂબી ગઇ હતી. ઘટનાની જાણ થયા બાદ જ ભારે જહેમતથી કારને બહાર કાઢવામાં આવી હતી. સદ્દભાગ્યે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી.

મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે વરસાદના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે એક વીડિયો મુંબઈના ઘાટકોપર વિસ્તારથી સામે આવ્યો હતો. મુંબઈના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર અચાનક જમીનમાં સમાઈ ગઈ હતી. વીડિયો મુંબઈના ઘાટકોપર વેસ્ટની રામાનિવાસ સોસાયટીનો હતો.

આ સોસાયટીમાં પંકજ મેહતા નામના એક વ્યક્તિએ પોતાની કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી અને વરસાદના કારણે અચાનક જ કાર જમીનની અંદર ઘુસી ગઈ. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરાંત આસપાસની કારને પણ કોઈ પ્રકારનું નુકસાન થયુ નથી.

જો કે કાર જમીનમાં સમાઈ જવાની ઘટનાને લઈ બીએમસીનું કહેવુ છે કે ઘાટકોપરની એક પ્રાઈવેટ સોસાયટીમાં કાર ડૂબવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અમને જાણકારી મળી છે કે પાર્કિંગ એરિયામાં કુંવો હતો. કુંવાના અડધા હિસ્સાને આરસીસીથી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ કાર કુંવાના એ જ હિસ્સામાં પાર્ક હતી. જ્યારે કુંવાનો એક ભાગ તૂટ્યો ત્યારે કાર ધીમે ધીમે એમાં સમાઈ ગઈ હતી.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">