Aurangabad Breaking News : મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી ઝડપાયું રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું મોટું ઓપરેશન

Aurangabad Breaking News : મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી ઝડપાયું રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું મોટું ઓપરેશન

| Edited By: | Updated on: Oct 25, 2023 | 11:39 AM

મુખ્ય આરોપીના ઘર અને ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શોધખોળ દરમિયાન ઔરંગાબાદની અલગ-અલગ 3 કંપનીમાંથી ડ્રગ્સનો બધો માલ જપ્ત કરવામાં આવ્યો છે. રો-મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ મળીને રૂપિયા 500 કરોડનો મુદ્દામાલ જપ્ત થયેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને DRIએ બાતમીના આધારે કાર્યવાહી કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને DRIનું મહારાષ્ટ્રમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેની હેઠળ તેને કરોડોનું ડ્ર્ગ્સ જપ્ત કર્યું છે. ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આ પહેલા પમં મુંબઈમાંથી ન્યૂઝ આવ્યા હતા કે NCB મુંબઈએ બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું.

બાતમીના આધારે કરી કાર્યવાહી

મુખ્ય આરોપીના ઘર અને ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. શોધખોળ દરમિયાન ઔરંગાબાદની અલગ-અલગ 3 કંપનીમાંથી ડ્રગ્સનો બધો માલ જપ્ત કરવામાં આવ્યો છે. રો-મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ મળીને રૂપિયા 500 કરોડનો મુદ્દામાલ જપ્ત થયેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને DRIએ બાતમીના આધારે કાર્યવાહી કરી છે. થોડાં દિવસો પહેલા પણ NCBએ દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈના ખેતવાડી વિસ્તારની એક હોટલમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પાસેથી બે કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Mumbai Drugs Breaking News : NCB મુંબઈએ ડ્રગ્સ ફેક્ટરી પકડી, 135 કરોડનું Drugs કર્યું જપ્ત, 3 વિદેશી સહિત કુલ 9 આરોપીની ધરપકડ

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 22, 2023 02:51 PM