દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની હરાજી, 15 હજારની હવેલીના રૂપિયા 2 કરોડથી વધુ મળ્યા
દાઉદ ઈબ્રાહિમની આ મિલકતો મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલી છે. જેમાં એક ખેતીનો પ્લોટ છે, જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે. દાઉદ ઈબ્રાહિમના પૈતૃક પ્લોટની અનામત કિંમત 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, જે હરાજીમાં 2 કરોડથી વધુ રૂપિયાની કિંમતે વેચાયો હતો.

ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ચાર પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી છે. રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં દાઉદ ઈબ્રાહિમની ચાર ‘બેનામી’ મિલકતો હરાજી માટે મૂકવામાં આવી હતી. જેની સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર ઓથોરિટી (SAFEMA) દ્વારા હરાજી કરવામાં આવી હતી.
આ મિલકતો મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલી છે. જેમાં એક ખેતીનો પ્લોટ છે, જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે. દાઉદ ઈબ્રાહિમના પૈતૃક પ્લોટની અનામત કિંમત 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, જે હરાજીમાં 2 કરોડથી વધુ રૂપિયાની કિંમતે વેચાયો હતો. બીજી મિલકત જેની કિંમત રૂ.1.56 લાખ નક્કી કરવામાં આવી હતી તે રૂ. 3.28 લાખમાં વેચવામાં આવી હતી. ચારેય પ્રોપર્ટીની કિંમત 19.2 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.
એડવોકેટ અજય શ્રીવાસ્તવે આપી માહિતી
હરાજી બાદ આવતી સમસ્યાઓ અંગે એડવોકેટ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યારે 2001માં આવકવેરા વિભાગ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે તેઓએ મિલકતનો કબજો આપ્યો ન હતો. હું તેના માટે કોર્ટમાં કેસ લડી રહ્યો છું, આજે 23 વર્ષ થઈ ગયા છે. આજે તે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. દાઉદ પછી તેની બહેન હસીના ઈબ્રાહીમ તેની દેખરેખ કરતી હતી અને હવે તે તેના બાળકોની દેખરેખ હેઠળ છે.
તેમણે કહ્યું કે મેં વર્ષ 2020માં હરાજીમાં દાઉદ ઈબ્રાહિમની હવેલી ખરીદી હતી અને મદરેસાઓ જે તર્જ પર કામ કરે છે તેના પર સનાતન ધર્મ પાઠશાળાની સ્થાપના કરી છે. આ જ ટ્રસ્ટ હેઠળ મેં ત્યાં શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી છે અને ટૂંક સમયમાં ત્યાં બાંધકામ શરૂ થશે. આજની હરાજીમાં કેટલાક ખેતરોની હરાજી થઈ છે. તમને જણાવી દઈએ કે SAFEMAએ દાઉદની પ્રોપર્ટીની કિંમત 15440 રૂપિયા રાખી હતી, જે 2 કરોડ એક હજાર રૂપિયામાં વેચાઈ હતી.
આ પણ વાંચો 3 કરોડનું ગેસ્ટ હાઉસ, 4 કરોડની રેસ્ટોરન્ટ…હવે દાઉદની વધુ 4 પ્રોપર્ટીની થશે હરાજી
