Aryan Khan Drug Case : દેવેન્દ્ર ફડણવીસની મહત્વની જાહેરાત બાદ નવાબ મલિક 1 વાગ્યે કરશે પલટવાર

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે નવાબ મલિકને લગતો મોટો ખુલાસો કરી શકે છે.

Aryan Khan Drug Case : દેવેન્દ્ર ફડણવીસની મહત્વની જાહેરાત બાદ નવાબ મલિક 1 વાગ્યે કરશે પલટવાર
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:57 AM

પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મંગળવારે નવાબ મલિકને લગતો મોટો ખુલાસો કરી શકે છે. તેમણે દિવાળી પછી બોમ્બ ફોડવાની વાત કરી હતી. તેમણે મંગળવારે બપોરે 12 વાગે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી નવાબ મલિક દ્વારા સતત થઈ રહેલા આરોપો પર મોટો ખુલાસો કરી શકે છે.

અહીં ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ બાદ નવાબ મલિક પણ પલટવાર કરવા બપોરે એક વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. NCPના વરિષ્ઠ નેતા NCB અધિકારી સમીર વાનખેડે અને દેવેન્દ્ર ફડણવીસ પર ડ્રગ્સને લઈને ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકને NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર મંગળવાર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારબાદ આ મામલો બુધવારે સુનાવણી માટે આવશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

હાલમાં બે કેસમાં કોર્ટે નવાબ મલિકને ઝટકો આપ્યો છે. એક, હાઇકોર્ટે સમીર વાનખેડેના (Sameer Wankhede) પિતા જ્ઞાનદેવ વાનખેડેના માનહાનિના દાવા પર મંગળવારે જવાબ આપવા જણાવ્યું છે. બીજું, બીજેપીના નેતા મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે મલિક સામે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.

NCB અધિકારી સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં તેણે પોલીસને નવાબ મલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે. અગાઉ વાનખેડે પરિવારે બોમ્બે હાઈકોર્ટમાં NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ 1.25 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નવાબ મલિકે આજે કોર્ટમાં જવાબ દાખલ કરવાનો છે.

સમીર વાનખેડાના પિતાએ પોતાના કેસ દ્વારા મલિક પાસેથી રૂ.1.25 કરોડના વળતરની માંગણી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મલિકે પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા દ્વારા તેમના પુત્ર સમીર વાનખેડે અને પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. મલિકના નિવેદનોને માનહાનિકારક જાહેર કરવા અને NCP નેતા પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત મીડિયામાં નિવેદન જાહેર કરવા અથવા પ્રકાશિત કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Sooryavanshi : અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીમાં રોહિત શેટ્ટીએ કરી દીધી મોટી ભૂલ, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

આ પણ વાંચો : ભોપાલઃ કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગતા 4 બાળકોના મોત, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">