Antilia caseમાં સૌની નજર મુંબઈ હાઈકોર્ટ પર, અનિલ દેશમુખ સામે તપાસ કરવી કે નહી તેનો આપશે ચૂકાદો

Antilia Case : બોમ્બે હાઇકોર્ટ મંગળવારે એટલે આજે મુંબઇના વકીલ ડૉ જયશ્રી લશ્મણ રાવ પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલિસ આયુક્ત પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.

  • Tv9 Webdesk22
  • Published On - 12:01 PM, 30 Mar 2021
Antilia caseમાં સૌની નજર મુંબઈ હાઈકોર્ટ પર, અનિલ દેશમુખ સામે તપાસ કરવી કે નહી તેનો આપશે ચૂકાદો
Anil Deshmukh

Antilia Case : બોમ્બે હાઇકોર્ટ મંગળવારે એટલે આજે મુંબઇના વકીલ ડૉ જયશ્રી લશ્મણ રાવ પાટિલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલિસ આયુક્ત પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.

 

ડૉ પાટિલે પરમબીર સિંહ દ્વારા મુખ્યમંત્રીને લખેલા 20 માર્ચના પત્રનો હવાલો આપ્યો છે. જેમાં તેમણે અનિલ દેશમુખ પર આરોપ લગાવતા કહ્યું હતુ કે નિલંબિત પોલિસ અધિકારી સચિન વાઝેને 100 કરોડ રુપિયાની વસૂલીનો ટારગેટ આપ્યો હતો. તેમના આરોપો બાદ વિવાદ છેડાયેલો છે. વિપક્ષ હુમલો કરી રહ્યું છે. બીજેપી તરફથી સતત અનિલ દેશમુખના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.  પરમબીર સિંહ , વાઝે , સહાયક પોલિસ આયુક્ત પાટિલ પોલીસ ઉપાયુક્ત રાજુ ભુજબલ  દેશમુખ સહિત રાજનેતાઓ વિરુધ્ધ સમયબધ્ધ તપાસની માંગ છે.

 

આપને જણાવી દઇએ કે મુંબઇ પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે મુંબઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પરમબીર સિંહે પોતાની ટ્રાંસફરને પડકાર આપતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની અરજીને નામંજૂર કરતા હાઇકોર્ટ જવાની સલાહ આપી હતી. એન્ટિલિયા કેસમાં મુંબઇ પોલીસના એપીઆઈ સચિન વાઝેની ધરપકડ બાદ મુંબઇના પોલીસ કમિશ્નર  પદથી પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝેને દર મહીને 100 કરોડ રુપિયાની વસૂલીનો લક્ષ્ય આપ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે સચિન વાઝેને નિલંબિત કરી દીધા હતા અને પરમબીર સિંહની ટ્રાંસફર મુંબઇ પોલિસ કમિશ્નર પદથી હટાવીને હોમગાર્ડના ડીજી બનાવાવમાં આવ્યા હતા.