અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના તપાસના આદેશને પડકાર્યો

ટોચની અદાલતમાં એનસીપી નેતા અનિલ દેશમુખે હાઈકોર્ટના ચુકાદાની ટીકા કરી અને CBI પર પણ સવાલો ઉઠાવ્યા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે હવે રાહતની માંગ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

  • Neeru Zinzuwadia Adesara
  • Published On - 22:35 PM, 6 Apr 2021
અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઈકોર્ટના તપાસના આદેશને પડકાર્યો
અનિલ દેશમુખ

ટોચની અદાલતમાં એનસીપી નેતા અનિલ દેશમુખે હાઈકોર્ટના ચુકાદાની ટીકા કરી અને CBI પર પણ સવાલો ઉઠાવ્યા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે હવે રાહતની માંગ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. જણાવી દઈયે કે દેશમુખના વિરુદ્ધ કરાયેલા રુપિયા 100 કરોડના ખંડણી કેસમાં બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈની પ્રાથમિક તપાસના નિર્દેશ આપ્યા છે. જેની તુરંત બાદ અનિલ દેશમુખે ગૃહપ્રધાન પદ પરથી રાજીનામો દેવો પડ્યો.  સૂત્રો દ્વારા જાણવા મળ્યૂ છે કે સુપ્રીમ કોર્ટમાં કરેલી અર્જીમાં દેશમુખે હાઈકોર્ટના ચુકાદાની ટીકા કરી છે અને કેન્દ્રની એજન્સી પર પણ સવાલો ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન દ્વારા દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે સુનાવણી કરવામાં આવશે તેવી સંભાવના કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કરે છે.

 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દેશમુખે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમ બીર સિંહની વર્તણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમની અરજીને મૂલ્યાંકન આપી શકાય નહીં. સીબીઆઈ તપાસના આદેશને રદ્દ કરવા માગતા ભૂતપૂર્વ ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે હાઈકોર્ટની દેખરેખવાળી તપાસનો આદેશ આપવામાં આવી શકે છે અને રાજ્યના તંત્રની કામગીરી અંગે ઉભી થયેલી ગંભીર ચિંતાઓને નકારી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

પરમબીર સિંહ દ્વારા કરાયેલી અરજીમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે ગૃહ પ્રધાન વિરુદ્ધ લગાવેલા આરોપો ખૂબજ ગંભીર અને ચિંતાજનક છે, અને એટલેજ નિષ્પક્ષ તપાસની ખાતરી કરવા માટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. અને એટલા માટેજ અનિલ દેશમુખે પોતાની અર્જી ઘણા સવાલ ઉઠાવ્યા છે-  સવાલ- “રાજ્ય સરકારની એજન્સીઓને પ્રાથમિક તપાસ હાથ ધરવા માટે શા માટે જરૂરી સમયમર્યાદા આપવામાં આવી નથી તે સમજાતું નથી. કોર્ટે નિર્દેશ આપ્યો હોત કે જો આ પ્રકારની તપાસ પન્દર દિવસની અંદર પૂર્ણ ન થાય તો તે છ અઠવાડિયાની અંદર બાહ્ય મર્યાદા તરીકે પૂર્ણ થવી જોઈએ. આ ઉપરાંત, આવી તપાસમાં પણ માનનીય બોમ્બે હાઈ કોર્ટ દ્વારા નજર રાખવામાં આવી હોત. કોર્ટે તે કાર્યવાહીનું પાલન ન કરવાનું પસંદ કર્યું, જેનાથી રાજ્ય તંત્રમાં સંપૂર્ણ આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો.