Amravati Murder Case: પકડાયેલ આરોપી યુસુફ ખાન ઉમેશ કોલ્હેનો 15 વર્ષ જુનો મિત્ર હતો, છેતરપિંડીએ લીધો કેમિસ્ટનો જીવ

અમરાવતી હત્યા કેસનો (Amravati Murder Case) એક આરોપી યુસુફ ખાન કેમિસ્ટ ઉમેશ કોલ્હેનો જૂનો મિત્ર હતો. મૃતકના ભાઈ મહેશ કોલ્હેએ જણાવ્યું કે અમે યુસુફને 2006થી ઓળખીએ છીએ.

Amravati Murder Case: પકડાયેલ આરોપી યુસુફ ખાન ઉમેશ કોલ્હેનો 15 વર્ષ જુનો મિત્ર હતો, છેતરપિંડીએ લીધો કેમિસ્ટનો જીવ
Amravati Murder Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 9:46 PM

મહારાષ્ટ્રના અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની (Amravati Murder Case) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને કથિત રીતે સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેએ રવિવારે જણાવ્યું કે આ કેસમાં પકડાયેલ આરોપી યુસુફ ખાન પશુ ચિકિત્સક છે, અમે તેને 2006થી ઓળખીએ છીએ. તેણે કહ્યું કે તેનો ભાઈ ઉમેશ (Umesh Kolhe) અને યુસુફ સારા મિત્રો હતા. તમને જણાવી દઈએ કે યુસુફ ખાન એ છ લોકોમાં સામેલ હતો જેમની 21 જૂને ઉમેશ કોલ્હેકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ (Navneet Rana) આજે ​​મ્યુનિસિપલ કમિશનર પર ઉમેશ કોલ્હેની હત્યાને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

NIA હત્યાની તપાસ કરી રહી છે

સાંસદ નવનીત રાણાના આરોપ અંગે મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ચોક્કસ કંઈ કહી શકે તેમ નથી. કોલ્હેએ કહ્યું કે મને લાગે છે કે પોલીસે પોતાની શક્તિનો થોડો વધુ ઉપયોગ કરીને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ટ્રાન્સફર કર્યો હતો. અગાઉ, સ્થાનિક ભાજપ એકમે પણ પોલીસ પર હત્યા પાછળનું કારણ છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

હત્યાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

અમિત શાહના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરતા મહેશ કોલ્હેએ કહ્યું કે દેશના ગૃહમંત્રીને તેમાં સામેલ થવું પડ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો તેમના વિના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો સારું થાત. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે જ્યારથી આ કેસના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તપાસમાં ઝડપ આવી છે. મૃતક કેમિસ્ટના ભાઈ મહેશે જણાવ્યું કે અમે ઘણા સમયથી જાણવા માગતા હતા કે આવા શાંત વ્યક્તિની હત્યા કેવી રીતે થઈ શકે. તેમણે કહ્યું કે અમારી એક જ માંગ છે કે કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થવી જોઈએ અને દોષિતોને મહત્તમ સજા આપવામાં આવે.

નુપુર શર્માને આપ્યો હતો ટેકો

મહારાષ્ટ્રના અમરાવતીમાં 54 વર્ષીય ઉમેશ કોલ્હે પર બે લોકોએ હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. 21મી જૂને તેઓ પોતાની મેડિકલ દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી શેખ ઈરફાન ખાન સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી શેખ રહીમ ઈરફાનને 7 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેને આજે (3 જુલાઈ, રવિવાર) અમરાવતી જિલ્લા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા એક અઠવાડિયા પહેલા ઉદયપુરમાં પણ આવી જ હત્યા થઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">