ફોર્ચ્યુનર કરતા પણ ઓછી કિંમતમાં વેચાઈ અમિતાભ બચ્ચનની વૈભવી કાર, જાણો બચ્ચનનાં અદ્ભૂત કાર કલેક્શન વિશે

ફોર્ચ્યુનર કરતા પણ ઓછી કિંમતમાં વેચાઈ અમિતાભ બચ્ચનની વૈભવી કાર, જાણો બચ્ચનનાં અદ્ભૂત કાર કલેક્શન વિશે
https://tv9gujarati.in/fortuner-karta-p…collection-vishe/

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન બોલીવુડનાં એ સુપરસ્ટાર્સમાંથી છે કે જેમને કારનો ઘણો શોખ છે. હાલમાં જ Amitabh Bachchan દ્વારા Mercedes-Benz V-Classની ખરીદી કરવામાં આવી છે. આ કારની સાથે અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી કારનું એક મોટું કલેક્શન છે. હાલમાં જ અમિતાભની Porsche Cayman S વેચાઈ છે જેના માટે આપને માહિતિ આપી દઈએ. અગર વાત કરાય અમિતાભ […]

Pinak Shukla

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 7:18 PM

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન બોલીવુડનાં એ સુપરસ્ટાર્સમાંથી છે કે જેમને કારનો ઘણો શોખ છે. હાલમાં જ Amitabh Bachchan દ્વારા Mercedes-Benz V-Classની ખરીદી કરવામાં આવી છે. આ કારની સાથે અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી કારનું એક મોટું કલેક્શન છે. હાલમાં જ અમિતાભની Porsche Cayman S વેચાઈ છે જેના માટે આપને માહિતિ આપી દઈએ.

અગર વાત કરાય અમિતાભ બચ્ચનનાં કાર કલેક્શનની તો તેમના ગેરેજમાં Land Rover Range Rover Autobiography, Audi A8 L, Bentley Continental GT, Porsche Cayman, Lexus LX 570, Land Cruiser और Mercedes-Benz S-Class ઉપસ્થિત છે. અમિતાભે Rolls Royce Ghost નાં વેચાણ બાદ નવી Mercedes-Benz V-Class ખરીદી લીધી હતી અને તેમની Porsche Cayman S પણ વેચાઈ ગઈ છે.

Exotic Cars દ્વારા પોસ્ટ કરવામાં આવેલી માહિતિ મુજબ 2006 Porsche Cayman S કાર વેચાણ માટે મુકવામાં આવી હતી અને હવે તે વેચાઈ પણ ગઈ છે, માહિતિ પ્રમાણે આ કાર માત્ર 3700 કિમિ જ ચાલી હતી અને બિલકુલ નવી જ હતી, જ્યારે કે આ કાર 14 વર્ષ જુની છે પરંતુ તેની કન્ડીશન ઘણી જ સારી હતી. ઘણી વાર અમિતાભ અને અભિષેક બચ્ચન Porsche Cayman S કારમાં સવારી કરતા જોવા મળ્યા હતા. Exotic Cars મુજબ ઈન્સ્ટાગ્રામ પેજ પર કારની કિંમત 30,00,000 રૂપિયા રાખવામાં આવી હતી.

કાર વિશે વધુ વિગતોની વાત કરીએ તો આ કારનો રંગ સફેદ છે અને ઈન્ટીરીયરની વાત કરવામાં આવે તો બ્લેક લેધર અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં વીઆઈપી નંબર 11 છે. પાવર અને સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો Porsche Cayman S માં 3.4 લિટર H-6 એન્જીન આપવામાં આવ્યું છે કે જે 295 PS પાવર અને 340Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ઓવરડ્રાઈવ આપવામાં આવ્યું છે, અને કારનું રજીસ્ટ્રેશન મુંબઈનું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati