અક્ષયને હવે ડબલ રોલ પર ભરોસો, શાહરૂખની “પઠાણ” ફિલ્મને આપશે આ ફિલ્મથી ટક્કર

અક્ષયને હવે ડબલ રોલ પર ભરોસો, શાહરૂખની “પઠાણ” ફિલ્મને આપશે આ ફિલ્મથી ટક્કર

સલમાન ખાન, આમિરખાન અને શાહરૂખખાનને તેમના જ ખેલથી પછાડનાર અક્ષય કુમારની આગલી ફિલ્મ હવે યશરાજ ફિલ્મની સાથે ટક્કર લેવા જઈ રહી છે. જ્યારથી ખબર આવી છે કે શાહરૂખખાન યશરાજની ફિલ્મ “પઠાણ”માં ડબલ રોલ કરવાનો છે. અક્ષય કુમારે ત્યારથી જ ડબલરોલવાળી એક ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હશે.. આ એક […]

Hardik Bhatt

| Edited By: Pinak Shukla

Jan 19, 2021 | 3:07 PM

સલમાન ખાન, આમિરખાન અને શાહરૂખખાનને તેમના જ ખેલથી પછાડનાર અક્ષય કુમારની આગલી ફિલ્મ હવે યશરાજ ફિલ્મની સાથે ટક્કર લેવા જઈ રહી છે. જ્યારથી ખબર આવી છે કે શાહરૂખખાન યશરાજની ફિલ્મ “પઠાણ”માં ડબલ રોલ કરવાનો છે. અક્ષય કુમારે ત્યારથી જ ડબલરોલવાળી એક ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ હશે.. આ એક એવી ફિલ્મ કેટેગરી રહી છે, જેમાં અક્ષયય કુમારની કોઇ ફિલ્મ હિટ નથી થઈ શકી.

akshay-ne-have-double-role-par-bharosho-shahrukh-ni-pathan-film-ne-aapshe-takkar

હિન્દી સિનેમામાં ફિલ્મોનો સિલસીલો જે રીતે આગળ વધી રહ્યો છે. તેવી જ રીતે તેની કહાનીઓ પણ ખાસ્સી એવી વાસ્તવીક થઈ રહી છે. પણ, અભિનેતા અક્ષય કુમાર હંમેશા સામા પ્રવાહે તરનારો કલાકાર મનાઈ રહ્યો છે. તે ફરી એકવાર એક ફિલ્મમાં ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મ એક એક્શન સાઈન્સ ફિલ્મ હશે. જેમં સ્પેશીયલ ઇફેક્ટસ અને વિએફએક્સ પર ખાસ્સુ એવુ કામ થશે. આ ફિલ્મ એવી છે જેની ચર્ચા છે કે અક્ષયે જગન શક્તિ સાથે ફરી વાર હાથ મિલાવ્યા છે. વિતેલી સદીમાં આઠમા, નવમાં અને આખરી દશકમાં કોઇ કલાકારને ડબલ રોલમાં દેખાડ્યો હોય તેવી બહુ ઓછી ફિલ્મો આવી. જેમ જેમ ફિલ્મોનો સમય બદલાતો ગયો તેમ ફિલ્મોમાં વાસ્તવિકતાઓ આવતી રહી. પછી ધીરે ધીરે ડબલ રોલ ઓછા થતાં ગયાં. હવે આવા સમયમાં અક્ષય કુમાર ફરીથી તેની ફિલ્મ મિશન મંગલના નિર્દેશક જગન શક્તિ સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. જેમાં તે ફરી એકવાર ડબલ રોલ પ્લે કરશે. ફિલ્મનું શિર્ષક હજુ નક્કી નથી થયું. સુત્રોની જો વાત માનીએ તો આ એક બીગ બજેટ ફિલ્મ હશે. ફિલ્મ વિશે હજુ સુધી કોઇ વિગતો બહાર નથી આવી પણ હા તેની કહાની તૈયાર છે. જેના સાથે નિર્દેશક અને અક્ષય કુમાર પણ તૈયાર છે. પણ, ફિલ્મના બાકી કલાકારો વિશે હજુ કોઇ જાહેરાત નથી થઈ.. કહેવાય છે કે આ ફિલ્મનું શૂટીંગ આગલા વર્ષના અંતમાં શરૂ થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati