Maharashtra Election Resutlt 2024: પતિ ફહાદને હારતો જોઈ સ્વરા ભાસ્કરે આલાપ્યો EVM રાગ

|

Nov 23, 2024 | 2:58 PM

Maharashtra Assembly Election Result 2024: અણુશક્તિ નગર મહારાષ્ટ્રની સૌથી હોટ સીટો પૈકી એક છે. કારણ કે અહીથી NCP (શરદ પવાર) એ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ આપી હતી. જ્યાર અજીત પવારે અહીંથી નવાબ મલિકની દીકરી સના મલિકને મેદાને ઉતારી હતી.

Maharashtra Election Resutlt 2024: પતિ ફહાદને હારતો જોઈ સ્વરા ભાસ્કરે આલાપ્યો EVM રાગ

Follow us on

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીનું પરિણામમાં અલમોસ્ટ ચિત્ર ક્લિયર થતુ દેખાઈ રહ્યુ છે જેમા NDA લીડ કરતી દેખાઈ રહી છે. આ વખતે જે સીટો પર સૌની નજરો ટકેલી છે તેમાની એક છે અમઉશક્તિ નગર. આ સીટ પર એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ NCPમાંથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે અજિત પવારે NCPના નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી હતી. જેમા સના મલિક ફહાદ અહમદને ટક્કર આપી આગળ જોવા મળી રહી છે.

  1. અણુશક્તિ નગર સીટ પર NCPની સના મલિકે સતત જીત મેળવી રહી છે. તો ફહાદ અહમદ બીજા નંબર પર છે.
  2. અણુશક્તિ નગર સીટ પર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદ 1500 વોટથી પાછળ છે, હાલ 19 માંથી 18 રાઉન્ડનું કાઉન્ટીંગ પુરુ થઈ ગયુ છે. જેને લઈને સ્વરા ભાસ્કરે EVM સવાલ ઉઠાવ્યો છે. સ્વરાએ X પર પૂછ્યુ ” સમગ્ર દિવસ દિવસ દરમિયાન વોટિંગ થયા બાદ પણ EVM મશીન 99 ટકા ચાર્જ કેવી રીતે હોઈ શકે ? ઈલેક્શન કમિશન જવાબ આપે.” અણુશક્તિ નગરવિધાનસભામાં જેવા 99 ટકા ચાર્જ થયેલી મશીનો ખુલી, તેમાંથી ભાજપ સમર્થિત NCPને વોટ મળવા લાગ્યા, કેવી રીતે?
  3. આ સીટ રાજનીતિની દૃષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ મનાઈ રહી છે. આ સીટ પર નવાબ મલિકને દબદબે રહ્યો છે. એ અનેકવાર અહીંથી ચૂંટણી લડી ચુક્યા છે. જો કે મની લોન્ડ્રીંગના આરોપો બાદ તેમને જેલ જવુ પડ્યુ અને જેલમાંથી છૂટ્યા બાદ અજીત ગૃપની NCPમાં સામેલ થઈ ગયા. આ જ કારમે આ વખતે તેમની પુત્રી સવા મલિકને ઉતારવામાં આવી.

પહેલા સપામાં હતા ફહાદ અહમદ

આ સીટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે શરદ પવારે અણુશક્તિ નગરથી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ આપી. ફહાદ પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા. પરંતુ જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં સપાને વધુ સીટો ન મળી તો ફહાદ શરદ પવારની NCPમાં સામેલ થઈ ગયા અને શરદ પવારે તેમને અણુશક્તિ નગરથી ટિકિટ આપી હતી. તેમની ટક્કર નવાબ મલિકની દીકરી સના મલિક સામે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ ભારે નિવેદનબાજી
અણુશક્તિનગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી નિવેદનબાજી થઈ હતી. જ્યાં ફહાદે સના મલિક પર પરિવારવાદનો આરોલ લગાવતા કહ્યુ તે નવાબ મલિકની દીકરી છે, આથી તેમને ટિકિટ મળી ગઈ તો બીજી તરફ સનાએ પલટવાર કર્યો કે કોઈ એક્ટ્રેસના પતિ કરતા કોઈ નેતાની દીકરી હોવુ સારુ છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

મહારાષ્ટ્ર ના  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:54 pm, Sat, 23 November 24

Next Article