અદાણીએ આ વિદેશી કંપનીઓને સોંપી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનું કદ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલું છે. તેમાં લાખો લોકો રહે છે. આ નાના વિસ્તારમાં હજારો નાના-મોટા મકાનો બન્યા છે. ધારાવી ઝૂંપડપટ્ટી એ દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર એક ગરીબ વસાહત છે. આ વિસ્તારના હજારો લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલયની સુવિધા નથી.

અદાણીએ આ વિદેશી કંપનીઓને સોંપી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી
Dharavi
| Updated on: Jan 01, 2024 | 10:33 PM

મુંબઈની પ્રખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવીના પુનઃવિકાસ પ્રોજેક્ટની જવાબદારી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સોંપવામાં આવી છે. અદાણી ગ્રૂપ અને મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી ધારાવીના વિકાસ માટે એક પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હવે અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટની જવાબદારી વૈશ્વિક ટીમને સોંપી છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRPPL) અનુસાર, તેઓએ આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર, અમેરિકન ડિઝાઈન ફર્મ સસાકી અને બ્રિટિશ કન્સલ્ટન્સી ફર્મ બુરો હેપોલ્ડ સાથે ભાગીદારી કરી છે. હાફીઝ કોન્ટ્રાક્ટરને ઘણા સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવાનો અનુભવ છે.

નાના એવા વિસ્તારમાં છે હજારો ઘર

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનું કદ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલું છે. તેમાં લાખો લોકો રહે છે. આ નાના વિસ્તારમાં હજારો નાના-મોટા મકાનો બન્યા છે. ધારાવી ઝૂંપડપટ્ટી એ દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર એક ગરીબ વસાહત છે. આ વિસ્તારના હજારો લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલયની સુવિધા નથી.

અદાણી ગ્રુપ 625 એકર વિસ્તાર ડેવલપ કરશે

અદાણી ગ્રુપે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 619 મિલિયન ડોલરની બિડ કરી હતી. આ અંતર્ગત અદાણી ગ્રુપે 625 એકર (253 હેક્ટર) વિસ્તારને ડેવલપ કરવાનો છે. તેને વિશ્વની સૌથી મોટી શહેરી વિકાસ યોજના તરીકે વર્ણવવામાં આવી રહી છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સ્થાપના જુલાઈમાં થઈ હતી.

પ્રથમ પ્રયાસ 1980માં કરવામાં આવ્યો હતો

આ પ્રોજેકટના વિરોધ છતાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત 1980માં ધારાવીના વિકાસ માટે પ્રોજેક્ટ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, કોઈને કોઈ કારણસર આ પ્રોજેક્ટ દર વખતે સ્થગિત થતો રહ્યો. મહારાષ્ટ્ર સરકારે આખરે જુલાઈમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પછી પણ આ પ્રોજેક્ટ વિરુદ્ધ વારંવાર દેખાવો ચાલુ છે. તાજેતરમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ધારાવીના વિરોધ કરી રહેલા રહેવાસીઓને નિવૃત્ત પોલીસ અધિકારીઓની મદદથી ધમકી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા