મુંબઈના આરે કોલોની જંગલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા ઘટનાસ્થળે

દેશની આર્થિક રાજધાની મુંબઈની આરે કોલોની વન વિસ્તારમાં (Fire in Aarey Colony) ભયાનક આગ લાગી છે. આ ભીષણ આગના કારણે ભયનો માહોલ સર્જાયો છે.

મુંબઈના આરે કોલોની જંગલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા ઘટનાસ્થળે
આરે કોલોની

દેશની આર્થિક રાજધાની મુંબઈની આરે કોલોની વન વિસ્તારમાં (Fire in Aarey Colony) ભયાનક આગ લાગી છે. આ ભીષણ આગના કારણે ભયનો માહોલ સર્જાયો છે. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને આગ વિશે જાણકારી આપી હતી. આ અંગે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની શરૂઆત કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. જો કે જંગલની આગને લીધે ઘણા લીલાછમ વૃક્ષો અને છોડને ભારે હાલાકી વેઠવી પડી છે.

મહારાષ્ટ્રના મુંબઈના આરે કોલોની સ્થિત જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ રોયલ પામ હોટલની નજીક લાગી છે. બાતમી મળતાં ફાયર બ્રિગેડના 5થી 6 વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ સમય દરમિયાન સ્થાનિક પોલીસે આસપાસના લોકોને ઘટના સ્થળથી દુર હટાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે આગ જંગલમાં લાગી છે અને જીવિત લોકોને કોઈ હાની નથી થઈ.

છેલ્લા કેટલાક દિવસમાં ત્રીજીવાર લાગી આગ

આરે કોલોનીનું આ સ્થાન પહેલાથી જ ચર્ચાનો વિષય છે. ત્યાં રહેતા લોકોએ અગાઉ ભૂમિ માફિયાઓ પર આરેના વનસ્પતિમાં આગ લગાડવાનો આરોપ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આ ત્રીજીવાર આગની ઘટના સામે આવી છે. મુંબઈમાં આરે આશરે 16 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન તેની બાજુમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે અહીં આરેના જંગલોમાં પક્ષીઓની 76 જાતિઓ જોવા મળે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati