Maharashtra : મહારાષ્ટ્રમાં કોવિડ -19ના 4,145 નવા કેસો આવવાથી કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 63,96,805 થઈ ગઈ છે, જ્યારે વધુ 100 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 1,35,139 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) ના એક અધિકારીએ આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નંદુરબારમાં કોરોના વાયરસ (Corona Virus) નો કોઈ દર્દી સારવાર હેઠળ નથી, જેના કારણે આ જિલ્લો હવે કોરોનામુક્ત છે.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 5,811 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા હોવાની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ સંક્રમણ મુક્ત બનેલા લોકોની સંખ્યા વધીને 61,95,744 થઈ ગઈ છે.
હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં કોવિડ -19 ના 62,452 દર્દીઓ સારવાર હેઠળ છે. ચેપમાંથી રિકવરી રેટ 96.86 ટકા થયો છે જ્યારે મૃત્યુ દર 2.11 ટકા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોવિડ -19 માટે 5,11,11,895 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 1,52,165 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કોઈ કેસ નથી
અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ધુલે, નંદુરબાર, જાલના, પરભણી, અકોલા જિલ્લાઓ અને ધુલે, જલગાંવ, ભિવંડી, નિજાપુર, પરભણી, નાંદેડ, અમરાવતી અને ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)માં કોરોના વાયરસ (Corona Virus)ના કોઈ નવા કેસ નોંધાયા નથી.
થોડા દિવસો પહેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant) થી મુંબઈમાં પ્રથમ મૃત્યુ (First Death)નો કેસ નોંધાયો હતો. જુલાઈમાં ઘાટકોપરમાં રહેતી એક મહિલાનું કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં કોરોના (Coronavirus in Maharashtra) વાયરસના આ પ્રકારથી મૃત્યુનો આ બીજો કેસ છે. પ્રથમ કિસ્સામાં, 80 વર્ષીય મહિલાનું 13 જૂનના રોજ રત્નાગિરીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે મૃત્યુ થયું હતું.
દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ દેશભરમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. તેની વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લેતા તાત્કાલિક અસરથી કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ (Rapid Antigen Testing Kits)ની નિકાસ પર રોક લગાવી છે. સતત રેપિડ એન્ટીજન ટેસ્ટના પરિણામોને લઈ સવાલ ઉભા થઈ રહ્યા હતા.
દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 24 હજાર 692 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે દેશમાં એક દિવસમાં 438 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં 33 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેરળમાં કોરોનાનો આંક ઘટીને 12 હજાર પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : ICC T20 World Cup : ICC એ જાહેર કર્યું ટાઈમ ટેબલ, જાણો ભારત ક્યારે અને કોની સાથે ટકરાશે
આ પણ વાંચો : India Vs England 2021 : ટીમ ઈન્ડિયાની જીતના 5 ફોટો જુઓ, આ ફોટો જોઈ તમે પણ ખુશ થશો