Maharashtra Politics : ઉદ્ધવને મળશે વધુ એક ઝટકો, 12 સાંસદો છોડશે સાથ

Thackeray vs Shinde : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને કારણે અટકી ગયું છે. ઉદ્ધવ જૂથે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી પછી જ કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના છે.

Maharashtra Politics : ઉદ્ધવને મળશે વધુ એક ઝટકો, 12 સાંસદો છોડશે સાથ
Uddhav Thackeray and Eknath Shinde (file photo)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 07, 2022 | 7:51 AM

મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમ થઈ શકે છે. શિવસેનાના ભૂતપૂર્વ પ્રધાન ગુલાબ રાવ પાટીલે (Gulab Rao Patil) દાવો કર્યો છે કે શિંદે જૂથ જ અસલી શિવસેના છે અને શિંદે જૂથ શિવસેનાનું (Shiv Sena) સન્માન પુનઃસ્થાપિત કરશે. આવી સ્થિતિમાં નવા રાજકીય સમીકરણમાં કોની તરફ જાય છે તે જોવાનું રહેશે. શિવસેનાના 40 ધારાસભ્યો બાદ હવે પાર્ટીના 12 સાંસદો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. શિંદે જૂથના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગુલાબરાવ પાટીલે આ દાવો કર્યો છે. એક દિવસ પહેલા દક્ષિણ મધ્ય મુંબઈના શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મત આપવા માટે ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પત્ર લખ્યો છે. જ્યારે શિવસેના પહેલાથી જ વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાના સમર્થનમાં છે.

શિવસેનામાં જ્યાં ઉદ્ધવ ઠાકરેના આદેશને સર્વોપરી માનવામાં આવે છે ત્યાં રાહુલ શેવાળેએ તેમને પત્ર લખીને પોતાનું વલણ વ્યક્ત કર્યું છે. આનાથી શિવસેનાના સાંસદો, એકનાથ શિંદે જૂથમાં જોડાયા હોવાની ચર્ચાને પણ વેગ મળ્યો છે. ગુલાબ રાવ પાટીલે દાવો કર્યો કે, 55માંથી 40 ધારાસભ્યો ઉપરાંત 22 પૂર્વ ધારાસભ્યો પણ અમારી (એકનાથ શિંદે) સાથે છે. પાટીલે કહ્યું કે શિંદે જૂથ એ જ અસલી શિવસેના છે અને શિંદે જૂથ શિવસેનાનું સન્માન પુનઃસ્થાપિત કરશે.

કેટલા સાંસદો કોની સાથે છે ?

શિંદે જૂથમાં આવતા શિવસેનાના સાંસદોમાં પહેલું નામ તેમના પુત્ર શ્રીકાંત શિંદેનું છે, જે કલ્યાણના સાંસદ છે. આ ઉપરાંત રામટેકથી રામકૃપાલ તુમાને, હિંગોલીના હેમંત પાટીલ, શિરડીથી સદાશિવ લોખંડે, યવતમાલથી ભાવના ગવળી, દક્ષિણ-મધ્ય મુંબઈથી રાહુલ શેવાળે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, પાલઘરથી રાજેન્દ્ર ગાવિત, નાસિકથી હેમંત ગોડસે, શ્રીરંગ બારણે માવલ અને થાણેથી રાજન વિચારેના નામ ગણાવાઈ રહ્યાં છે.

જ્યારે ઉદ્ધવ ઠાકરે કેમ્પમાં 7 સાંસદો છે, જેમાં દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, ઉત્તર-પશ્ચિમ મુંબઈથી ગજાનન કીર્તિકર, ઉસ્માનાબાદથી ઓમરાજે નિમ્બાલકર, હટકલાંગેથી ધૈર્ય માને, પરભણીથી સંજય બંધુ જાધવ અને કોલ્હાપુરથી સંજય માંડલિકનો સમાવેશ થાય છે. જ્યારે દાદરા નગર હવેલીના કલાબેન ડેલકર પણ ઠાકરે પક્ષે હોવાનું કહેવાય છે.

કેબિનેટનું વિસ્તરણ શિવસેનાની અરજી પર અટકી ગયું

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને કારણે અટકી ગયું છે. ઉદ્ધવ જૂથે શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી પછી જ કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના છે. પાર્ટી વ્હીપને માન્યતા ન આપવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ 11 જુલાઈના રોજ તમામ અરજીઓ પર સુનાવણી કરશે. આ પછી રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.

શિવસેનાએ 55માંથી 40 ધારાસભ્યોને તોડ્યા બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ફ્લોર ટેસ્ટનો સામનો કરવાના એક દિવસ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ રાજકિય સ્થિતિને પામી જઈને રાજીનામું આપી દીધું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati