અંડર વર્લ્ડ ડોન અબૂ સલેમનાં નામે મહેશ માંજરેકર પાસે માગ્યા 35 કરોડ,તપાસ કરી તો ખબર પડી કે ધમકી આપનારો હતો ચા વેચનારો, પોલીસે કરી ધરપકડ

ફિલ્મ નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકરને તાજેતરમાં અંડરવર્લ્ડ ડોન અબુ સલેમનાં નામે કંડણી માટે ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે મહેશ પાસે 35કરોડની માગ કરી હતી, પોલીસનાં જમાવ્યા અનુસાર આરોપી ચા વેચનારો છે અને તેની ધરપકડ કરી લેવામા આવી છે.પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ઘેડમાંથી મિલિંદ તુલસંકરની ધરપકડ કરી.મહેશ […]

અંડર વર્લ્ડ ડોન અબૂ સલેમનાં નામે મહેશ માંજરેકર પાસે માગ્યા 35 કરોડ,તપાસ કરી તો ખબર પડી કે ધમકી આપનારો હતો ચા વેચનારો, પોલીસે કરી ધરપકડ
https://tv9gujarati.in/under-worl-don-a…karod-ni-kahndni/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:23 PM

ફિલ્મ નિર્દેશક અને અભિનેતા મહેશ માંજરેકરને તાજેતરમાં અંડરવર્લ્ડ ડોન અબુ સલેમનાં નામે કંડણી માટે ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે મહેશ પાસે 35કરોડની માગ કરી હતી, પોલીસનાં જમાવ્યા અનુસાર આરોપી ચા વેચનારો છે અને તેની ધરપકડ કરી લેવામા આવી છે.પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ઘેડમાંથી મિલિંદ તુલસંકરની ધરપકડ કરી.મહેશ માંજરેકરે બે દિવસ પહેલા દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સે અબુ સાલેમ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરી તેના મોબાઇલ પર મેસેજ કર્યા હતા અને 35 કરોડની માંગ કરી હતી.

મુંબઇની ધારાવીમાં ચાની દુકાન ચલાવતા તુલસંકરે પોલીસને જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે તેની દુકાન બંધ છે, તેથી તેણે પૈસાની માંગ કરી હતી. 23 થી 25 ઓગસ્ટની વચ્ચે મોકલવામાં આવેલા સંદેશમાં, તુલસંકરે બોલીવુડ ડિરેક્ટરને પૈસા નહીં આપવાના કિસ્સામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ પોતાને અબુ સાલેમ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો જે 1993ના બોમ્બ બ્લાસ્ટ મામલામાં જેલમાં છે.માંજરેકરને જે મોબાઇલ ફોન પરથી સંદેશાઓ મોકલવામાં આવ્યો હતો તે બંધ કરી દેવાયો હતો પરંતુ પોલીસે આરોપી તુલસંકરને ઘેડ તહસીલના સખરોલી ગામ સ્થિત મકાનમાં ગુરુવારે દરોડો પાડ્યો હતો અને તેને ઝડપી પાડ્યો હતો.

ઇન્સ્પેક્ટર સચિન કદમે કહ્યું કે તુલસંકરે સ્વીકાર્યું છે કે તેણે યુટ્યુબ પર સલેમના વીડિયો જોઈને કાવતરું ઘડ્યું હતું. અન્ય એક અધિકારીએ કહ્યું કે 
આરોપીને એક વેબસાઇટ પરથી માંજરેકરનો મોબાઇલ નંબર મળ્યો હતો, જેના આધારે ચૂંટણી લડનારા ઉમેદવારો વિશેની માહિતી ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે કે 
માંજરેકરે 2014ની લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ટિકિટ પર લડી હતી.આરોપીને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને 
2 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રખાયો છે. દિગ્દર્શકે ટ્વીટ કરીને પોલીસનો આભાર માન્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">