સુશાંતસિંહના આત્મહત્યા કેસ મામલે મહેશ ભટ્ટની 2 કલાક સુધી પૂછતાછ, આગામી અઠવાડિયે કરણ જોહરની પૂછતાછ કરાશે

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસ મામલે મુંબઈ પોલીસે ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટની સાંતાક્રૂજ પોલીસ સ્ટેશનમાં પૂછતાછ કરી. સવારે 11.30 વાગ્યે મહેશ ભટ્ટ સાંતાક્રૂજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મુંબઈ પોલીસ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે સહિત કુલ 3 ઓફિસરોની ટીમે મહેશ ભટ્ટનું નિવેદન દાખલ કર્યુ. આ પૂછતાછ લગભગ 2 કલાક સુધી ચાલી. #Mumbai: Director-Producer Mahesh […]

સુશાંતસિંહના આત્મહત્યા કેસ મામલે મહેશ ભટ્ટની 2 કલાક સુધી પૂછતાછ, આગામી અઠવાડિયે કરણ જોહરની પૂછતાછ કરાશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 3:08 PM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસ મામલે મુંબઈ પોલીસે ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટની સાંતાક્રૂજ પોલીસ સ્ટેશનમાં પૂછતાછ કરી. સવારે 11.30 વાગ્યે મહેશ ભટ્ટ સાંતાક્રૂજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મુંબઈ પોલીસ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે સહિત કુલ 3 ઓફિસરોની ટીમે મહેશ ભટ્ટનું નિવેદન દાખલ કર્યુ. આ પૂછતાછ લગભગ 2 કલાક સુધી ચાલી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસ સૂત્રો મુજબ મહેશ ભટ્ટને લગભગ 20થી વધારે પ્રશ્નો કર્યા અને તેમને તમામના જવાબ આપ્યા. તે સિવાય ધર્મા પ્રોડક્શન પાસેથી ડ્રાઈવ ફિલ્મ માટે સુશાંત સિંહ રાજપૂત સાથે કરેલા કોન્ટ્રાક્ટની કોપી માગવામાં આવી છે. ધર્મા ફિલ્મના CEO અપૂર્વા મહેતાને મંગળવારે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે ફિલ્મ નિર્માતા કરણ જોહરનું નિવેદન આગામી અઠવાડિયે લેવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહેશ ભટ્ટને પોલીસે બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછતાછ માટે બોલાવ્યા હતા પણ મીડિયાના જમાવડાને જોયા બાદ મહેશ ભટ્ટે પોલીસ અધિકારીઓને આગ્રહ કર્યો કે તેમની સાંતાક્રૂજ પોલીસ સ્ટેશમાં પૂછતાછ કરવામાં આવે. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ અત્યાર સુધી ઘણા જાણીતા લોકોને પૂછતાછ માટે બોલાવી ચૂકી છે. જેમાં આદિત્ય ચોપરા સહિત સુશાંતની નજીકની મિત્ર રિયા ચક્રવર્તી પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">