મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 2345 પોઝિટિવ કેસ, મુંબઈમાં કુલ દર્દીની સંખ્યા 25 હજારને પાર
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા […]
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારના રોજ મહારાષ્ટ્રમાં નવા 2345 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41 હજારના આંકને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 41642 કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 64 મોત કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેની સાથે લોકોને જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 64 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 2345 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કોરોના વાઈરસના કેસની સંખ્યા 28454 છે. મુંબઈમાં જ કોરોના વાઈરસના કુલ દર્દીઓની સંખ્યા 25500 પહોંચી ગયી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે કેસ આવી રહ્યાં છે તેની સાથે લોકો સારવાર લઈને સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં 1408 લોકો છેલ્લાં 24 કલાકમાં થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11726 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં 4 લાખથી વધારે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે 26 હજાર લોકો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]