‘જસ્ટિસ ફોર સુશાંત’ અભિયાનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ જોડાયા

દેશની સાથે સાથે હવે લંડનમાં પણ ‘જસ્ટિસ ફોર સુશાંત’ અભિયાનમાં ગુજરાતીઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ અભિનેતાને ન્યાય અપાવવા માટે ગુજરાતીઓએ લંડનના રસ્તા પર ડિજિટલ અભિયાન શરુ કર્યું છે. લંડનના રસ્તાઓ પર અમદાવાદની નેહા ઠાકર, સુરંજીતા ભગવતી સહિત ભારતીય મુળના લોકો અને અલગ અલગ સમાજના લોકોએ સુશાંતને ન્યાય અપાવવા માટેના અભિયાનમાં જોડાયા હતા. સુશાંતે […]

'જસ્ટિસ ફોર સુશાંત' અભિયાનમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ જોડાયા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:33 PM

દેશની સાથે સાથે હવે લંડનમાં પણ ‘જસ્ટિસ ફોર સુશાંત’ અભિયાનમાં ગુજરાતીઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ અભિનેતાને ન્યાય અપાવવા માટે ગુજરાતીઓએ લંડનના રસ્તા પર ડિજિટલ અભિયાન શરુ કર્યું છે. લંડનના રસ્તાઓ પર અમદાવાદની નેહા ઠાકર, સુરંજીતા ભગવતી સહિત ભારતીય મુળના લોકો અને અલગ અલગ સમાજના લોકોએ સુશાંતને ન્યાય અપાવવા માટેના અભિયાનમાં જોડાયા હતા. સુશાંતે આત્મહત્યા કરી હતી કે ષડ્યંત્રના ભાગરૂપે તેની હત્યા કરાઈ હતી. આ જાણવા માટે માત્ર ભારતના લોકો જ નહીં, પરંતુ વિશ્વભરમાં રહેતા લોકો સુશાંત પ્રત્યે ભાવના રાખે છે. આ જ ભાવના લંડનમાં રહેતા ભારતીય મુળના લોકોમાં જોવા મળી હતી.

Justice for sushant abhiyan ma videsh ma vasta Gujarati o pan jodaya

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Justice for sushant abhiyan ma videsh ma vasta Gujarati o pan jodaya

લંડનના હાઈ પ્રોફાઈલ વિસ્તારોમાં રવિવારે ડિજિટલ અભિયાન યોજવામાં આવ્યું. આ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગુજરાતી અને તેમાં પણ અમદાવાદની નેહા ઠાકર અને સુરંજિતા ભગવતી આગળ આવી છે. ‘જસ્ટિસ ફોર સુશાંત’ તરીકે ઓળખાતા આ વિશ્વવ્યાપી અભિયાનમાં યુનાઈટેડ કિંગડમે (યુકે) પણ હાથ મિલાવ્યો છે. ‘જસ્ટિસ ફોર સુશાંત’ અભિયાનમાં માત્ર ભારતીય જ નહીં, પરંતુ લંડનના વિવિધ એશિયન સમુદાયના રહેવાસીઓ સાઉથહોલ, હિલિંગડન અને યુક્સબ્રીજ, વેમ્બલી, મેડમ તુસાદ, બેકર સ્ટ્રીટ,બકિંઘમ પેલેસ, ટ્રફાલ્ગર સ્ક્વેર, લંડન આઈ, બિગ બેન અને વેસ્ટમિન્સ્ટર સ્ક્વેર જેવા પ્રખ્યાત સ્થળોએ એકઠા થયા હતા અને એક વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું અને અભિનેતાના મૃત્યુ મામલામાં ન્યાયની માંગ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Justice for sushant abhiyan ma videsh ma vasta Gujarati o pan jodaya

34 વર્ષીય અભિનેતાના મૃત્યુ પ્રકરણમાં ઉચિત તપાસની માંગ માટે લંડનમાં વિશાળ ડિજિટલ પોસ્ટરોવાળી ટ્રક પણ આ અભિયાનમાં જોવા મળી હતી. લંડનના વિવિધ સ્થળે બ્લેક આઉટફિટ્સ પહેરીને અને હાથમાં પ્લેકાર્ડ લઈ લોકો ભેગા થયા હતા. સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ સોશિયલ મીડિયા શક્તિ સાફ જોવા મળી રહી છે. ‘યુકે ફાઈટ્સ ફોર સુશાંતસિંહ રાજપૂત’ નામના ફેસબૂક ગ્રૂપની રચના 10મી ઓગસ્ટ 2020ના રોજ અમદાવાદમાં જન્મેલી યુકે સ્થિત નેહા ઠાકર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 546 લોકો જોડાયા છે, જેમાં મોટાભાગે લંડનમાં રહેતા ભારતીયો શામેલ છે અને સુશાંતસિંહના મોતના કેસમાં થયેલી ગેરરીતિના સખત વિરોધી છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. નેહાએ TV9 સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રૂપના ઘણા લોકો દ્વારા કરવામાં આવેલ ઘણી ચર્ચાઓ અને અનેક વિચારો કરવામાં આવ્યા. નડિયાદની નિશા દેસાઈ જેવા ઉદાર સભ્યોએ અભિયાન માટે 900 પાઉન્ડની પણ મદદ કરી. સુસ્મિતા અને પૂર્વા વૈદ્ય નેમાવરકરે આ અભિયાનને વેગ આપવા માટે ડિજિટલ એડ એજન્સી સાથે બેઠક યોજવામાં કોઈ કસર છોડી ન હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ અભિયાનને ત્યારે વધુ વેગ મળ્યું, જ્યારે સુરંજિતા ભગવતી જેમણે પોતાના પ્રારંભિક વર્ષ અમદાવાદમાં વિતાવ્યા હતા અને એફબી ગ્રૂપની અન્ય સક્રિય સભ્ય છે કે તેઓએ આ અભિયાન માટે ટ્વીટ કરી હતી, જેને 1,600થી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવી હતી અને લગભગ 480 વખત રિટ્વીટ કરવામાં આવ્યું હતું અને 60 ટકા પ્રતિસાદ મળ્યો હતો. સુરંજિતા ભગવતીએ જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતનાા મોત બાદ આખો વિશ્વ તેના પરિવારને ન્યાય મળે એ માટે એક થયોની જાગૃતિ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વની દરેક વ્યક્તિ આ કેસની તપાસ કરી રહેલા લોકો પર નજર રાખી રહી છે. જેથી તપાસ યોગ્ય રીતે કરવામાં આવે અને અંતમાં ન્યાય પ્રબળ રહે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">