કોરોનાના હોટસ્પોટ મહારાષ્ટ્રમાં 1 જૂનથી તબક્કાવાર ખુલશે લોકડાઉન, જાણો તમામ વિગત

Maharashtra Lockdown : મહારાષ્ટ્ર રાજ્યમાં ચાર તબક્કામાં ખુલશે લોકડાઉન. પહેલા તબક્કામાં ફક્ત દુકાનો ખુલશે. છેલ્લા તબક્કામાં લોકલ ટ્રેન શરૂ થશે.

Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 24, 2021 | 10:26 PM

મહારાષ્ટ્રમાં એક સ્ટ્રોકમાં લોકડાઉન દૂર કરવાને બદલે, ચાર તબક્કામાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારએ અનલોકની ગાઈડલાઇન્સ બનાવાનું કામ ચાલુ કરી દિધુ છે, જેની સત્તાવાર જાહેરાત જલ્દી કરવામાં આવશે. પણ અહીં એક વાત નક્કી છે કે ચોથા તબક્કા પહેલા મુંબઇની લાઇફ લાઈન એટલે કે લોકલ ટ્રેન શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી.

તબક્કાવાર અનલોક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાને કારણે હવે સરકાર અનલોકની પ્રક્રીયા શરુ કરવા પર કામ કરી રહી છે. પરંતુ પહેલાના અનુભવને ધ્યાનમાં રાખીને, એક વાત ચોક્કસ છે કે ઠાકરે સરકાર આ વખતે કોઈ ઉતાવળ નહીં કરે. આ જ કારણ છે કે રાજ્યમાં લોકડાઉન એક સ્ટ્રોકમાં દૂર કરવાને બદલે ચાર તબક્કામાં દૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે ઠાકરે સરકાર 1 જૂનથી લોકડાઉન હટાવવાની શરૂઆત કરશે. પ્રથમ અને બીજા તબક્કામાં દુકાનો ખોલવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી દુકાનો બંધ હોવાને કારણે રાજ્યના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે. આને કારણે પ્રથમ અને બીજા તબક્કામાં રાજ્ય સરકાર પહેલા દુકાનો શરૂ કરવાનું કામ કરશે.

ત્રીજા તબક્કામાં હોટલ, રેસ્ટોરન્ટ્સ, બાર અને દારૂની દુકાનો શરૂ કરી શકાય છે. આ પછી, ચોથા તબક્કામાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને ધાર્મિક સ્થળો શરૂ કરી શકાય છે. એટલે કે, 15 જૂન સુધીમાં, લોકો માટે લોકલ ટ્રેન સેવા શરૂ થવાની કોઈ સંભાવના નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્રએ એક અલગ લોકડાઉન લાદી દીધી છે, પરિસ્થિતિ જોઈને જે તે વિસ્તારોમાં અનલોક પર વિચારણા કરવામાં આવશે. એપ્રીલ મહીનામાં રાજ્યમાં કોરોનાના કેસેસ 70,000 સુધી આવતા હતા, જ્યારે હાલ આ આંકડો ઘટીને લગભગ 30,000 થઈ ગયો છે અને સાથે જ ગ્રોથ રેટ પણ ધીમો થઈ ગયો છે.

        દેશની આર્થીક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 1057 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 48 લોકોના મોત થયા છે. હાલ મુંબઈમાં કુલ 28086 સક્રીય કેસસ છે.

મુંબઈમાં રસીકરણ સંબંધિત મહત્વની માહિતી

દરમિયાન, મુંબઇમાં રસીકરણ વિશે એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે 24 થી 26 મે સુધી, સીધા કેન્દ્રમાં પહોંચનારા લોકો (walk-in) માટે મુંબઇમાં રસીકરણ શરૂ થશે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરનારાઓ માટે 27 થી 30 દરમિયાન રસીકરણ શરૂ થશે. જ્યારે રવિવારે રસીકરણ બંધ રાખવામા આવશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">