Maharashtra News :પિંપરી ચિંચવાડાના પોલીસ કમિશ્નરે ધારણ કર્યો મુસ્લિમ પરીવેશ, અલગ અલગ પોલીસ સ્ટેશને જઈને કર્યુ નિરીક્ષણ, જુઓ વિડીયો

Maharashtra News : મહામારીના સમય દરમિયાન પોલીસ કેટલાય કામ કરી રહી છે. ત્યારે એ જાણવા કે પિંપરી ચિંચવાડના કમિશ્નર કૃષ્ણપ્રકાશે એક અનોથી રીત અપનાવી છે. તેમણે મેકઅર દ્વારા પોતોની વેશભૂષા બદલી અને મુસ્લિમ ફરિયાદ બનીને શહરા ત્રણ અલગ -અલગ પોલીસ સ્ટેશનમાં ગયા

Niyati Trivedi
| Edited By: | Updated on: May 09, 2021 | 11:19 AM

Maharashtra News : મહામારીના સમય દરમિયાન પોલીસ કેટલાય કામ કરી રહી છે. ત્યારે એ જાણવા કે પિંપરી ચિંચવાડના કમિશ્નર કૃષ્ણપ્રકાશે એક અનોથી રીત અપનાવી છે. તેમણે મેકઅપ દ્વારા પોતોની વેશભૂષા બદલી અને મુસ્લિમ ફરિયાદી બનીને શહેરના ત્રણ અલગ -અલગ પોલીસ સ્ટેશનમાં ગયા. હકીકતમાં કમિશ્નર એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે કોરોના સંક્રમણ દરમિયાન પોલીસ સામાન્ય લોકો સાથે કેવી રીતે વર્તન કરી રહી છે.

આ પવિત્ર રમઝાનનો મહીનો છે. તેને ધ્યાને લેતા કૃષ્ણ પ્રકાશે મુસ્લિમ ગેટઅપમાં આવવાનો નિર્ણય લીધો. તેમની પત્નીના રોલમાં એસીપી પ્રેરણા કટ્ટે હતા. બંને એક પ્રાઇવેટ કારથી હિંજવડી , વાકડ અને પિંપરી પોલીસ સ્ટેશ ગયા. કમિશ્નરના ચહેરા પર નકલી દાઢી માથા પર વિગ , ફેશનેબલ જૂતા અને જીન્સ પહેર્યુ હતું. મુસ્લિમ ટોપી પણ પહેરી હતી.

કૃષ્ણ પ્રકાશે પોલીસ સ્ટેશનમાં જઇ સામાન્ય રીતે એક જ વાર્તા સંભળાવી એ એમ હતી કે હું મારી બેગમ સાથે જમવા નિકળ્યો હતો. કેટલાક ગુંડાઓએ બેગમ સાથે છેડછાડ કરી અને કિંમતી સામાન લઇને ભાગી ગયા. અમારી ફરિયાદ દાખલ કરો મહેરબાની કરી ગુંડાઓની ધરપકડ કરો.

કોઇને શક ન થાય માટે તેમણે વાતચીત દરમિયાન ઉર્દુ શબ્દોનો પ્રયોગ પણ કર્યો. કમિશ્નર પ્રમાણે હિંજવડી અને વાકડ પોલીસ સ્ટેશનમાં તેમને સારો રિસપોન્સ મળ્યો. ડ્યૂટી પર તહેનાત પોલીસકર્મી તેમની સાથે ઘટનાસ્થળ પર ગયા. તેમણે પહેલાથી જ પ્લાંટ એક વ્યક્તિ વિશે કહ્યુ . પોલીસ  FIR દાખલ થવાની જ હતી કે કમિશ્નરે પોતાનુ સત્ય કહ્યુ ફરી ગેટઅપ ચેન્ચ કર્યો અને તહેનાત પોલીસકર્મીઓને શાબાશી આપી.

Maharashtra News : Police commissioner conducts surprise checking at police stations

Police commissioner and ACP

કૃષ્ણ પ્રકાશ અને એસપી પ્રેરણા કટ્ટે આ વેશભૂષામાં પિંપરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીં તેમણે જણાવ્યુ કે ઘરની એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે તેમણે એમ્બ્યુલેન્સથી હૉસ્પિટલ પહોંચાડવાના છે. એમ્બ્યુલન્સવાળા પૈસા વધારે માંગી રહ્યા છે. તેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરો અને કાર્યવાહી કરો. આના પર પિંપરી પોલીસ સ્ટેશનામાં તહેનાત પોલીસે કહ્યુ કે આ અમારુ કામ નથી. કૃષ્ણપ્રકાશના પ્રમાણે આ પોલીસ સ્ટેશનમાં વાત કરવાની રીત પણ સારી નહોતી. જેથી કમિશ્નરે ફટકાર પણ લગાવી

ઉદેશ્ય શું હતો 

કમિશ્નર પ્રમાણે વેશ બદલીને પોલીસ સ્ટેશનમાં કામકાજનું નિરિક્ષણ કરવા પાછળ અમારો ઉદેશ્ય પોલીસકર્મીઓનો વ્યવહાર જાણવાનો હતો. મહામારી દરમિયાન અમે જાણવા ઇચ્છતા હતા કે સામાન્ય ફરિયાદો સાંભળવામાં આવે છે કે નહિ. રાતના સમયે પોલીસ કઇ રીતે કામ કરે છે. સામાન્ય જનતાના પ્રતિ તેમનો વ્યવહાર કેવો છે. આવુ કરવાથી પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ પોતાના કામ પ્રત્યે જાગૃત થશે અને ડર અને પારદર્શિતા દેખાશે.

પોલીસ કમિશ્નરે આગળ કહ્યુ કે ખોટા ધંધાઓ , મોડે સુધી ચાલનારી હોટલ અને બાર પર ગ્રાહક બનીને જઇશ. જે પોલીસ સ્ટેશનની સીમામાં કે પોલીસ સ્ટેશનમાં કંઇ ખોટુ મળશે તો ત્યાનાં ઇન્ચાર્જ પર કાર્યવાહી થશે. શહેરમાં ઝીરો ટોલરન્સ 100 ટકા ખોટા ધંધા બંધ, ક્રાઇમ ગ્રાફને નીચે , ભાઇગીરી અને માફિયાગીરી બંદ થશે.શહેરમાં શાંતિ કાયમ કરવાની છે.

કૃષ્ણ પ્રકાશે કહ્યુ કે મારી ડિક્શનરીમાં ખોટા કામ માટે માફી નથી.  અત્યારસુધી પોલીસ નિરિક્ષક અને કર્મચારી સસ્પેંડ થઇ ચૂક્યા છે.પોલીસે પોતાની જૂની પરંપરા છોડવી પડશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">