મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 6 દિવસમાં કોરોનાના 50,000 થી વધારે કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોરોનાના વધતા કેસ વચ્ચે વહીવટીતંત્ર અને સામાન્ય લોકોની ચિંતા વધી રહી છે. રાજ્યમાં માત્ર 6 દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 6 દિવસમાં કોરોનાના 50,000 થી વધારે કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં Corona ના કેસ સતત વધી રહ્યા છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોરોનાના વધતા કેસ વચ્ચે વહીવટીતંત્ર અને સામાન્ય લોકોની ચિંતા વધી રહી છે. રાજ્યમાં માત્ર 6 દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં લોકોને ડર છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી શકે છે. 28 ફેબ્રુઆરીએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન વિશે કહ્યું હતું કે તેઓ લોક ડાઉન લાદવા નથી માંગતા. જો કે તેની બાદથી મહારાષ્ટ્રમાં Coronaના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગત અઠવાડિયામાં 1 માર્ચ સિવાય રાજ્યમાં Corona ના  સરેરાશ 7 હજાર કેસ નોંધાયા છે. 1 માર્ચે 6,397 નવા કેસ નોંધાયા હતા. એકંદરે 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં 51,612 કોરોનાના નવા કેસ નોંધાયા છે.

28 ફેબ્રુઆરીએ, મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસની સંખ્યા 8,283 હતી. 1 માર્ચે આ સંખ્યા ઘટીને 6,397 અને બાદમાં 2 માર્ચે તે ફરીથી 7,863 પર પહોંચી ગઈ હતી. જ્યારે 3 માર્ચે કુલ 9,855  કોરોનાના નવા કેસ નોંધાયા હતા અને 4 માર્ચે આ સંખ્યા 8,998 હતી. 5 માર્ચના રોજ 17 ઓકટોબર 2020 બાદ કોરોનાના સૌથી વધુ કેસ દૈનિક કેસ 10,259 નોંધાયા હતા. જ્યારે મુંબઈ શહેરમાં દરરોજ 900 કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમરાવતી જેવા જિલ્લાઓમાં લોકડાઉન વધારવાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. અમરાવતી એક એવો જિલ્લા છે જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

21 ફેબ્રુઆરીએ એક પ્રેસ કોન્ફરસનને સંબોધન કરતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આઠથી 15 દિવસમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે મુંબઇ માટે કોઈ વધારાના પ્રતિબંધો લાદવાની હાલ કોઇ વિચારણા નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati