World Blood Donor Day 2022 : રક્તદાન શા માટે મહત્વનું છે ? જાણો કોણ રક્તદાન નથી કરી શકતું ?

આજે (14 જૂન) 'વિશ્વ રક્તદાતા દિવસ' છે. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે. તમે રક્તદાન કરીને જરૂરિયાતમંદનો જીવ બચાવવાનું ઉમદા કાર્ય કરો છો. પરંતુ, રક્તદાન કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, સાથે જ એ પણ જાણવું જરૂરી છે કે કોણ રક્તદાન ન કરી શકે.

World Blood Donor Day 2022 : રક્તદાન શા માટે મહત્વનું છે ? જાણો કોણ રક્તદાન નથી કરી શકતું ?
World Blood Donor Day 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 5:42 PM

આજે (14 જૂન) ‘વિશ્વ રક્તદાતા દિવસ 2022‘(World Blood Donor Day 2022) છે. દર વર્ષે ‘વિશ્વ રક્તદાન દિવસ’ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ ‘રક્તદાન એ એકતાનું કાર્ય છે'(Donating blood is an act of solidarity) રાખવામાં આવી છે. દર વર્ષે નવી થીમ હેઠળ લોકોને રક્તદાન કરવા માટે જાગૃત કરવામાં આવે છે. આ માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે કે રક્તદાન એ મહાન દાન છે અને રક્તદાન કરીને તમે ઘણા લોકોને નવું જીવન આપો છો. જો કે, રક્તદાન કરતા પહેલા અને રક્તદાન કર્યા પછી, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે કોણ રક્તદાન કરી શકે છે અને કોણ નહીં.

રક્તદાન શા માટે મહત્વનું છે?

MyoClinic માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, રક્તદાન એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે, જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને શસ્ત્રક્રિયા દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત પછી પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. એસમાં રક્તદાન કરીને, આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવન બચાવવા માટે ચડાવવામાં આવે છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર દાતાના લોહીનો ઉપયોગ થાય છે.

રક્તદાન કોણ ન કરી શકે

-લોહીનું દાન કરવું હોય કે પ્લાઝ્મા કે પ્લેટલેટ્સ, આ માટે તમારું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તમે પોતે શારીરિક રીતે નબળા ન હોવ. -તમારા શરીરમાં લોહીની કમી ન હોવી જોઈએ. -રક્તદાન કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. – તમારું વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ. -તમને કોઈ ગંભીર રોગ કે લોહીની વિકૃતિ ન હોવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

-જો તમે એન્ટિબાયોટિક જેવી કોઈ દવા લો છો. -તમે તાજેતરમાં શરીર પર ટેટૂ કરાવ્યું છે. -ઓરી, અછબડા, દાદર સ્કિનની બિમારી છે. -કોઈપણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય. -શારીરિક રીતે નબળા લોકો રક્તદાન કરી શકતા નથી. – ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ. -ડાયાબિટીસના દર્દીઓ -સ્તનપાન કરાવતી માતાઓ -18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોએ રક્તદાન ન કરવું જોઈએ. ધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન કરતા લોકો

રક્તદાન કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

-તમે જે દિવસે રક્તદાન કરવા માંગો છો તે દિવસ પહેલા રાત્રે પૂરતી ઊંઘ લો. -સ્વસ્થ ભોજન કર્યા પછી જ રક્તદાન કરવા જાઓ. -ચરબીયુક્ત ખોરાક, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ફ્રાઈસ, બર્ગર વગેરે ખાધા પછી રક્તદાન કરવા ન જાવ. -રક્તદાન કરતા પહેલા, પૂરતું પાણી પીઓ અને જાઓ. -જો તમે કોઈ દવા લો છો, તો તમારે રક્તદાન કરતા પહેલા તેના વિશે જાણ કરવી જોઈએ. -જો તમારે પ્લેટલેટ્સનું દાન કરવું હોય અને તમે એસ્પિરિન લો છો, તો દાન કરતાં બે દિવસ પહેલાં આ દવા લેવાનું બંધ કરો. -ટી-શર્ટ અથવા ઢીલા કપડા પહેરીને રક્તદાનના સ્થળે જાઓ, જેથી શર્ટની સ્લીવ સરળતાથી ઉંચી કરી શકાય.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">