હંમેશા એક જ લાઈનમાં કેમ ચાલે છે કીડીઓ ? જાણો તેના પાછળનું રોચક કારણ

તમે જોયું હશે કે કીડીઓ હંમેશાં એક લાઇનમાં ચાલે છે, પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ છે? ચાલો આજે તમને જણાવીએ એના પાછળનું વાસ્તવિક કારણ શું છે?

  • Updated On - 3:08 pm, Tue, 11 May 21 Edited By: Bipin Prajapati
હંમેશા એક જ લાઈનમાં કેમ ચાલે છે કીડીઓ ? જાણો તેના પાછળનું રોચક કારણ
પ્રતિકાત્મક તસ્વીર

આપણા વિશ્વમાં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેવું ખુબ જરૂરી છે. દરેક પ્રાણી તેના મૂળ સ્વરૂપે અને તેના કાર્યમાં કાર્યરત રહે તો વિશ્વનું સ્નાતુલન બનેલું રહે છે. આ માટે ઈશ્વરે બધા જીવને એક મહત્વપૂર્ણ જવાબદારી આપી છે. કીડી આમાંનો એક નાનકડો જીવ છે. ઘણીવાર તમે જોયું હશે કે કીડીઓ હંમેશાં એક લાઇનમાં ચાલે છે, પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ છે? ચાલો આજે તમને જણાવીએ એના પાછળનું વાસ્તવિક કારણ શું છે?

કીડીઓને સામાજિક પ્રાણીઓ તરીકે પણ તમે ઉલ્લેખી શકો છો કારણ કે તે દરેક જગ્યાએ જોવા મળે છે, પછી ભલે તે ગામ હોય કે શહેર. તેઓ હંમેશા વસાહત બનાવે છે. તેમના ઘરોમાં રાણી કીડી, પુરુષ કીડી અને ઘણી સ્ત્રી કીડીઓ હોય છે. પુરુષ કીડીની ઓળખ એ છે કે તેમની પાંખો હોય છે, જ્યારે સ્ત્રી કીડીની પાંખો હોતી નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કીડીઓને આંખો તો હોય છે પરંતુ તે આંખોનું કામ જોવાનું હોતું નથી. કીડી જ્યારે ખોરાકની શોધમાં જાય છે ત્યારે ટે સુગંધના આધારે જાય છે. જેમાં રાની કીડી હોય છે તે ફેરોમોન્સ નામનું એક રસાયણ છોડતી જતી હોય છે. જેની ગંધ સુંઘીને બાકીની કીડીઓ પણ રાનીની પાછળ પાછળ જતી હોય છે. અને આના કારણે એક લાંબી લાઈન જોવા મળે છે. આ જ કારણ છે કે કીડીઓ એક લાઈનમાં ચાલે છે.

કીડી એન્ટાર્કટિકા સિવાય વિશ્વના દરેક ખૂણામાં જોવા મળે છે. બ્રાઝિલના એમેઝોન જંગલોમાં વિશ્વની સૌથી ખતરનાક કીડીઓ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે તે એટલી ઝડપથી ડંખે છે, જાણે કે બંદૂકની ગોળી શરીરમાં ઘુસી ગઈ હોય.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે કીડીઓ સૌથી લાંબુ જીવન જીવતા જીવાતોની શ્રેણીમાં આવે છે. વિશ્વમાં કેટલાક જંતુઓ છે જે ફક્ત થોડા દિવસો અથવા થોડા કલાકો સુધી જીવે છે, તેનાથી વિપરીત, કોઈ ચોક્કસ પ્રજાતિની રાણી કીડી ‘પોગોનોમીમેક્સ ઓહી’ 30 વર્ષ સુધી જીવે છે.

 

આ પણ વાંચો: પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ માટે બનાવવામાં આવ્યો હતો હોસ્પિટલનો સેટ, કોરોના દર્દીઓ માટે આપી દીધો દાનમાં

આ પણ વાંચો: જો તમે પણ કરો છો સેનિટાઈઝર વધુ ઉપયોગ તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે આ ગંભીર સમસ્યા