Valentine’s Day 2023: વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડને આ ગિફ્ટ આપીને ખાસ અનુભવ કરાવો, લાંબા સમય સુધી સંબંધોમાં અનુભવાશે તાજગી

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 2:16 PM

Valentine's Day Gift Ideas : પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઈન ડેને લઈને ઉત્સાહિત હોય છે. આ દિવસને ખાસ બનાવવા માટે તે ઘણું બધું કરવા માંગે છે. લોકો ભલે વેલેન્ટાઈન ડેને અલગ-અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય પરંતુ બધામાં એક વાત સામાન્ય છે, તે છે તમારા પાર્ટનરને કોઈ ખાસ ગિફ્ટ આપવાની ઈચ્છા. ખાસ કરીને છોકરીઓ વેલેન્ટાઈન ડેના અવસર પર પોતાના બોયફ્રેન્ડને બેસ્ટ ગિફ્ટ આપવા માંગે છે.

Valentine's Day 2023: વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડને આ ગિફ્ટ આપીને ખાસ અનુભવ કરાવો, લાંબા સમય સુધી સંબંધોમાં અનુભવાશે તાજગી
Valentine Day Special Gift for Boys(Image-Social media)

Valentines Day 2023 : જો તમે પણ તમારા બોયફ્રેન્ડને આ વેલેન્ટાઈન ગિફ્ટ કરવા માંગો છો પણ મૂંઝવણમાં છો કે શું ગિફ્ટ આપું? તો સૌથી પહેલા જાણી લો કે તમારા બોયફ્રેન્ડને શું જોઈએ છે. છોકરાઓ વિશે એક વિચારધારા છે કે તેમને એવી વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ જે તેમના માટે ઉપયોગી થઈ શકે. તો બોયફ્રેન્ડને એવી ભેટ આપો, જેનો તે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે અને જ્યારે પણ તેને જોશે ત્યારે તે તમને યાદ કરશે. છોકરીઓની સરખામણીમાં છોકરાઓ માટે ગિફ્ટ્સ માટે વધારે વિકલ્પો હોતા નથી, પરંતુ અહીં બોયફ્રેન્ડ માટે કેટલાક વેલેન્ટાઇન ગિફ્ટ આઇડિયા છે, જેને તમે આ વેલેન્ટાઇન ડે પર અપનાવી શકો છો.

આ પણ વાંચો : Valentine’s Day: વેલેન્ટાઈન વીક પર ધૂમ મચાવી રહ્યું છે ખેસારી લાલ યાદવનું આ ભોજપુરી ગીત, અક્ષરા સિંહ સાથે કરી રહ્યા છે ‘ડ્રીમમાં એન્ટ્રી’

ટ્રેક સૂટ

જો તમે બોયફ્રેન્ડને ગિફ્ટ કરવા માંગો છો, તો તમે ટ્રેક સૂટ ગિફ્ટ કરી શકો છો. છોકરાઓ માટે ટ્રેક સૂટ ખૂબ જ ઉપયોગી છે. એક્સરસાઇઝથી લઈને મુસાફરી સુધી છોકરાઓ આરામદાયક વસ્ત્રો પસંદ કરે છે. આવો ટ્રેક સૂટ તેમના માટે સારો વિકલ્પ બની શકે છે. ટ્રેક સૂટ લેતી વખતે બોયફ્રેન્ડના મનપસંદ રંગ અને વધુ આરામને ધ્યાનમાં રાખો.

પાવર બેન્ક

છોકરાઓ મોટાભાગે ઘરની બહાર જ રહે છે. નોકરી હોય કે અભ્યાસ, છોકરાઓ મોટાભાગે ઘરથી દૂર હોય છે. જો તમારા બોયફ્રેન્ડની પણ આવી જ હાલત છે તો તમે તેને પાવર બેંક ગિફ્ટ કરી શકો છો. તે તમારા દ્વારા આપવામાં આવેલી પાવર બેંકનો સંપૂર્ણ ઉપયોગ કરશે. તમે કોઈપણ સ્ટોર પર અથવા તો ઓનલાઈન સરળતાથી સારી પાવર બેંક મેળવી શકો છો.

કાંડા ઘડિયાળ

ઘણા છોકરાઓ ઘડિયાળના શોખીન હોય છે. જો તમારા બોયફ્રેન્ડને પણ ઘડિયાળ પહેરવાનું પસંદ છે, તો તમે તેને એક સરસ ઘડિયાળ ભેટમાં આપી શકો છો. ઘડિયાળ આપતી વખતે ધ્યાનમાં રાખો કે, તેમની પાસે સમાન ઘડિયાળ ન હોવી જોઈએ. ફોર્મલ અટાયર કે કેઝ્યુઅલ લુક પ્રમાણે તમારે કેવા પ્રકારની ઘડિયાળ આપવાની છે તેનું પણ ધ્યાન રાખો.

સાઈડ બેગ

ઘણા છોકરાઓ કેર ફ્રી હોય છે. તેના ભૂલી જવાના સ્વભાવને કારણે તેની વસ્તુઓ ઘણીવાર ખોવાઈ જાય છે. સાઇડ બેગ ઘણી સમસ્યાઓનો ઉકેલ છે. તમે તમારા બોયફ્રેન્ડને સાઇડ બેગ ગિફ્ટ કરી શકો છો. જેમાં તે પોતાનો ફોન, ચાર્જર, રૂમાલ, માસ્ક, વિઝિટિંગ કાર્ડ વગેરે સરળતાથી સાચવી શકે છે અને તેમની નાની-નાની વસ્તુઓ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે.

પરફ્યુમ, અત્તર

જો બોયફ્રેન્ડને પરફ્યુમનો વધારે શોખ હોય તો તેને તમારા બજેટમાં હોય અને તેને ગમતો સ્પ્રે આપી શકો. તેનાથી તે તમને વધારે યાદ કરી શકે. પરફ્યુમની સુગંધ તેને તમારી યાદ અપાવશે.

ફોટોની સરપ્રાઈઝ

તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તમે તેને જૂના ફોટો સાથે જોડાયેલા સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકો છો. તમે અલગ-અલગ ક્ષણોની બનેલી ઘટનાઓની ફોટો ફ્રેમ, લાઈટ કે કુશન ગિફ્ટ કરી શકો છો. આજે બજારમાં અનેક પ્રકારની ગિફ્ટ ઉપલબ્ધ છે.

ટ્રિમિંગ કિટ

જો તમે તમારા પાર્ટનરને ટ્રિમિંગ કીટ આપો છો, તો તેમને તે ખૂબ જ ફાયદાકારક લાગશે. જો તમારા બોયફ્રેન્ડને બિયર્ડ દાઢી રાખવાનો શોખીન છે, તો આ ગિફ્ટ તેના માટે ખાસ બની શકે છે. માર્કેટમાં આવી ઘણી કિટ્સ છે, જેમાં અલગ-અલગ પ્રકારના ટ્રીમર આપવામાં આવ્યા છે, જેની મદદથી તમારો પાર્ટનર તેની ઈચ્છા અનુસાર દાઢીને ટ્રિમ કરી શકે છે. આ ગિફ્ટ તમે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં પણ ઓનલાઈન ખરીદી શકો છો.

LED હાર્ટ શો પીસ

તમે તમારા પાર્ટનરને LED હાર્ટ શો પીસ પણ ગિફ્ટ કરી શકો છો. આ ગિફ્ટ તમને માર્કેટમાં અને ઓનલાઈન પણ મળશે. તમે તેમાં તમારા પાર્ટનરનું નામ પણ લખી શકો છો. તે ખૂબ જ સુંદર અને અનોખી ભેટ લાગે છે.

સંગીત સાથે ફોટો ફ્રેમ

જો તમે તમારા પાર્ટનરને કોઈ ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો તો તેને સાદી ફોટો ફ્રેમ આપવાને બદલે તેને મ્યુઝિક સાથેની ફોટો ફ્રેમ આપી શકો છો. આ ફ્રેમની વિશેષતા એ છે કે આ ફ્રેમ કાચની બનેલી છે અને તમે જે પણ ગીત પસંદ કરો છો અને તેને આ ફ્રેમમાં કસ્ટમાઇઝ કરાવી લો, તો તમે કોડની મદદથી તે ગીત સાંભળી શકો છો. તેમાં ખાસ QR કોડની સુવિધા છે. આ ગિફ્ટ એકદમ યુનિક લાગે છે અને તમે તેમાં તમારા પાર્ટનરનો ફોટો એડ કરી શકો છો. આ ગિફ્ટ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

ગિટાર

જો બોયફ્રેન્ડને મ્યુઝિકનો શોખ હોય તો તમે તેને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ લઈને આપી શકો છો, જેમ કે ગિટાર, હાર્મોનિયમ વગેરે….

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati