‘ફરો ભારત’ TV9 સાથે: જાણો ગુજરાતના સુંદર પ્રવાસન સ્થળો વિશેની જાણકારી, જ્યાં જવુ તમારા માટે હશે એકદમ સરળ

Tv9 ગુજરાતીની વિશેષ રજૂઆત 'ફરો ભારત' TV9 સાથેમાં જુઓ ભારતના 10 સુંદર પ્રવાસન સ્થળોને જ્યાં જવુ તમારા માટે હશે એકદમ સરળ

  • tv9 webdesk39
  • Published On - 16:16 PM, 28 Mar 2021
1/10
સ્ટેચ્યુ ઓફ યુનિટી: ભારતના લોહપુરુષને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવવામાં આવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યંત નયનરમ્ય અને આબેહૂબ છે. 182 મીટર ઊંચી આ પ્રતિમા સાધુ બેટ નામના એક નાનકડા ટાપુ પર આવેલી છે. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે તે અત્યંત શોભાયમાન થઇ રહી છે.
2/10
રતન મહલ રીંછ અભ્યારણ્ય: આ અભ્યારણ 11 ગામોના જંગલોમાં ફેલાયેલુ ભવ્ય અભ્યારણ છે. નજીકમાં આવેલા આદિવાસી નગરો અને છોટાઉદેપુર તમને સ્થાનિક લોકોને મળવાની અનોખી તક આપે છે. આ ક્ષેત્રમાં સુસ્તી ધરાવતા રીંછની સૌથી વધુ વસ્તી છે, ત્યાં આવેલી ઈકો કેમ્પસ સાઈટ જંગલનો નજીકથી અનુભવ કરવાની તક આપે છે.
3/10
સાપુતરા અને ગીરા ધોધ: જો તમે કુદરતને માણવા માંગતા હોવ અને શહેરના પ્રદૂષણ અને ભીડભાડથી દૂર ક્યાંક શાંતીનો અનુભવ કરવા જવા માંગતા હોવ તો સાપુતારા તમારા માટે યોગ્ય વેકેશન ડેસ્ટિનેશન છે.
4/10
દ્વારકા: દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે 'સ્વર્ગનું પ્રવેશદ્વાર'. મથુરા ખાતે મામા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા, આમ કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની પૌરાણિક કથા ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.
5/10
શિવરાજપુર બીચ: બ્લુ બીચ સ્વર્ણિમ દ્વારકા નામે ઓળખાતો આ બીચ દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો છે, બીચ જોઈને તમને લાગશે કે તમે ગુજરાતમાં નહીં પરંતુ વિદેશમાં ક્યાંક છો. અહીંના દરિયાનું પાણી કાચ જેવુ ચોખ્ખુ છે. આ બીચ વિશે વધુ લોકોને ખબર ન હોવાથી અહીં ખાસ ભીડ પણ હોતી નથી, જેથી કોરોનાકાળમાં ફરવા જવા માટે આ યોગ્ય જગ્યા છે.
6/10
કબીરવડ: નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત છે. શુક્લતીર્થ શિવ મંદરથી નાવમાં બેસીને આ જગ્યાએ પહોંચી શકાય છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે 3 કિ.મીના વિસ્તારમાં ફેલાઈ ચૂક્યું છે.
7/10
ગીર સોમનાથ: ગુજરાતમાં મુલાકાત લેવા માટે સૌથી પ્રખ્યાત જગ્યા છે ગીર સોમનાથ. અરબી સમુદ્રની બાજુમાં તેનું સ્થાન હોવાથી તેની સુંદરતામાં વધારો થાય છે. ગીરસોમનાથનું વિશાળ જંગલ જે લીલા સમુદ્ર જેવું વૈભવી લાગે છે.
8/10
સાસણગીર: સાસણગીર એ જૂનાગઢ જિલ્લામાં આવેલુ છે. ગીરનું આ અભ્યારણ એશિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. ગીરના અભ્યારણમાં તમને પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહેતા પ્રાણીઓને નજીકથી જોવાની તક મળે છે.
9/10
ચાંપાનેર અને પાવાગઢ: ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું છે. પાવાગઢનું પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે અને વધારામાં ચાંપાનેરમાં આવેલો ઐતિહાસિક કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
10/10
નરારા ટાપુ: નરારા ટાપુ પ્રવાસીઓ માટે આકર્ષણનું બન્યુ છે, કારણ કે આ એકમાત્ર ટાપુ છે. જ્યાં તમે બોટની જગ્યાએ વાહન લઈને માર્ગ દ્વારા જઈ શકો છો. ભૌગોલિક રીતે કચ્છના અખાતમાં હોવાથી અહીં દરિયો ઓટના સમયે આશરે 3થી 3.5 કિમી સુધી અંદર જતો રહે છે.