
22 જાન્યુઆરી 2044 રામલલા પોતાના સ્થાન પર બિરાજમાન થશે. જેનો રામ ભક્તો ખુબ લાંબા સમયથી રહા જોતા હતા. રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાની સંભાવના છે. જો તમે પણ રામલલાના દર્શન કરવા અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છો. આને લઈને તમારા મનમાં પણ કોઈ સવાલ છે. કે કઈ રીતે અયોધ્યા પહોંચવું તેમજ અયોધ્યા પહોંચ્યા બાદ રામ મંદિર કઈ રીતે પહોંચવું. રામ લલાના દર્શન કેવી રીતે ક્યાંથી કરશો. મંદિરની પ્રસાદ ક્યાંથી લેશે. તો આ તમામ માહિતી આપણે વિસ્તારથી મેળવીશું.
અયોધ્યા જઈ રામલલાના દર્શન કરવાને લઈ જો તમે ઉત્સુક છો તો આ પહેલા કેટલીક જાણકારી મેળવી લો, અયોધ્યા પહોંચવા માટે બસ, ટ્રેન કે પછી ફ્લાઈટ દ્વારા કઈ રીતે પહોંચવું તો આ તમામ માહિતી આ લેખમાં જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે મેગાસ્ટાર રજનીકાંતને પણ રામ મંદિર જવા માટેનું આમંત્રણ આવી ચૂક્યું છે.
જો તમે ટ્રનથી અયોધ્યા જઈ રહ્યા છો તો રેલવે સ્ટેશનથી માત્ર 5 કિલોમીટરની સફર પૂર્ણ કરી રામ મંદિર પહોંચી જશો. અહિ પહોંચવા માટે તમને વાહન મળી જશે. આ સિવાય લખનઉ, દિલ્હી સહિત અને મુખ્ય શહેરોથી સીધી બસ સેવા દ્વારા પણ અયોધ્યા પહોંચી શકાય છે.
અયોધ્યા મર્યાદા પુરુષોતમ શ્રીરામ એરપોર્ટ છે. રામ મંદિર અને એરપોર્ટ વચ્ચે અંદાજે 10 કિલોમીટરનું અંતર છે. ઈન્ડિગોની ફ્લાઈટ તમને મળી રહેશે. હાલમાં દિલ્હી અને અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ મળશે.
શ્રદ્ધાળુઓને દર્શન સ્થળ પર પ્રસાદ મળશે નહિ. તેમણે રામલલાના દર્શન કરી પરત ફર્યા બાદ દર્શન માર્ગ પરથી પ્રસાદ મળશે.
તમે હનુમાનગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, રામ કી પૈડી, ગુપ્તાર ધાટ અને રામકોટ પણ દર્શન કરી ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. હનુમાનગઢી મહાબલી હનુમાનનું પ્રસિદ્ધ મંદિર છે.
એક તીર્થનગરી હોવાને કારણે અયોધ્યામાં લાકડા અને સંગમરમરથી બનેલી ભગવાન રામ,સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ સૌથી વધુ ખરીદી થઈ શકે છે.
લાઈફ સ્ટાઈલ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 10:03 am, Wed, 3 January 24