જાણો માલદીવમાં એવું શું છે કે લગભગ બધા જ બોલિવૂડ સ્ટાર્સ વેકેશન માટે ત્યાં જાય છે ?

તમે સરળતાથી ફ્લાઇટ દ્વારા માલદીવ જઈ શકો છો. જેના માટે ભારતના ઘણા શહેરોમાંથી સીધી ફ્લાઇટ્સ છે. તમારે અહીં જવા માટે વિઝાની જરૂર નથી, ત્યાં પહોંચ્યા પછી તમને 30 દિવસના વિઝા મફતમાં મળે છે.

જાણો માલદીવમાં એવું શું છે કે લગભગ બધા જ બોલિવૂડ સ્ટાર્સ વેકેશન માટે ત્યાં જાય છે ?
Maldives
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:02 PM

સોશિયલ મીડિયા પર દરરોજ એવી તસવીરો આવતી રહે છે કે કેટલાક અભિનેતા કે અભિનેત્રી માલદીવમાં (Maldives) મજા માણી રહ્યા છે. આ ઉપરાંત ટીવીના કલાકારો પણ ત્યાં રજા ગાળવા જાય છે અને તેની તસવીરો શેર કરતા હોય છે.

ઘણીવાર માલદીવમાં ફરતા કેટલાક અભિનેતા અથવા અભિનેત્રીના સમાચાર ઇન્ટરનેટ પર આવતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માલદીવમાં એવું શું છે કે બોલિવૂડ સેલેબ્સને ત્યાં જવું ગમે છે અને માત્ર એક જ વાર નહીં પરંતુ વારંવાર ત્યા જતા હોય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે ત્યાં શું ખાસ છે, જેના કારણે બોલિવૂડ સેલેબ્સ ત્યાં જાય છે. આ સાથે, એ પણ જાણો કે જો તમારે ત્યાં જવું હોય તો તમે ત્યાં કેવી રીતે પહોંચી શકશો. જાણો તેને લગતી બધી માહિતી.

પ્રાકૃતિક સૌંદર્ય જો કોઈ માલદીવ જવા ઈચ્છે છે તો તેની પાછળ સૌથી મહત્વનું એક કારણ છે અને તે છે ત્યાંની સુંદરતા. ત્યાંનો નજારો એટલો સુંદર છે કે દરેકને ત્યાં જવું ગમે છે. તમે તસવીરો પરથી અનુમાન લગાવ્યું હશે કે ત્યાં કેટલું પ્રાકૃતિક સૌંદર્ય છે અને આઈલેન્ડ પર બનેલી હોટલો દરેકને વૈભવી લાગે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક રિસોર્ટ, એક ટાપુ તમને જણાવી દઈએ કે માલદીવમાં ઘણા ટાપુઓ છે અને તમામ ટાપુઓ મળીને માલદીવ બનાવે છે. ઉપરાંત, સામાન્ય રીતે ટાપુ પર એક રિસોર્ટ હોય છે, જેના કારણે સેલેબ્સ સરળતાથી ત્યાં રહે છે. તેમને આમાં કોઈ તકલીફ નથી અને તેઓ થોડા દિવસો આરામથી પસાર કર્યા પછી આવે છે. અહીં ઘણા રિસોર્ટ છે, જે સંપૂર્ણ પર્સનલ સ્પેસ આપે છે, આ સ્થિતિમાં સેલેબ્સ લોકોથી દૂર રહીને તેમના મિત્રો અથવા પરિચિતો સાથે મોજ-મસ્તી કરે છે.

કોરોના પણ એક મહત્વનું કારણ છે કોરોનાનું સંકટ અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલુ છે. આ સ્થિતિમાં કોરોના અનુસાર માલદીવ એક સુરક્ષિત જગ્યા છે. અહીં માત્ર કોરોના પોઝિટિવ કેસ ઓછા નથી, પરંતુ વ્યક્તિગત જગ્યાની ઉપલબ્ધતાને કારણે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. લોકો તેમના મિત્રો સાથે અહીં રિસોર્ટમાં મજા કરે છે અને કોરોનાથી સંક્રમીત થવાનો ડર પણ ઘણો ઓછો છે.

માલદીવ કેવી રીતે પહોંચવું? તમે સરળતાથી ફ્લાઇટ દ્વારા માલદીવ જઈ શકો છો. અહીં 4 એરપોર્ટ છે, જેના માટે ભારતના ઘણા શહેરોમાંથી સીધી ફ્લાઇટ્સ છે. માલદીવનું મુખ્ય એરપોર્ટ માલે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે સૌથી મહત્વનું છે. આ સિવાય, ત્રણ વધુ એરપોર્ટ છે, જ્યાં તમે સીધા પહોંચી શકો છો. ઉપરાંત, તમારે અહીં જવા માટે વિઝાની જરૂર નથી, ત્યાં પહોંચ્યા પછી તમને 30 દિવસના વિઝા મફતમાં મળે છે. આ માટે તમારે વધારે પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી, તમારે ફક્ત પાસપોર્ટની જરૂર પડે છે.

આ પણ વાંચો : કોરોના સંક્રમીત થયેલા દર્દીઓને લાંબા સમયથી આવી રહી છે આ સમસ્યાઓ, શું તમને પણ આ સમસ્યા છે ?

આ પણ વાંચો : બમ્પર સેલમાં ખરીદી કરતા પહેલા સમજો Flat, Plus અને Up To ડિસ્કાઉન્ટમાં શું તફાવત હોય છે !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">