‘ફરો ભારત Tv9 સાથે’ Season 1: ફરો રંગીલા રાજસ્થાનના 10 જાણીતા પ્રવાસન સ્થળો

Tv9 ગુજરાતીની વિશેષ રજૂઆત 'ફરો ભારત Tv9 સાથે' Season 1માં રાજસ્થાનના 10 પ્રવાસન સ્થળોની મુલાકાત લો, જાણો કઇ રીતે પહોંચશો

  • tv9 webdesk39
  • Published On - 19:22 PM, 21 Apr 2021

Destination 1 –  કુંભલગઢ (Kumbhalgarh)

 

કુંભલગઢ રાજસ્થાનના રાજસમન્દ જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, આ સ્થળ રાજ્યના દક્ષિણી ભાગમાં સ્થિત છે અને કુંભલમેર નામથી પણ ઓળખાય છે, કુંભલગઢ કિલ્લો રાજસ્થાનનો બીજા નંબરનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. તેનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભાએ કરાવ્યુ હતુ , પ્રયટકો કિલ્લાના ઉપરથી આસપાસના રમણિય દ્રશ્યોનો આનંદ લઇ શકે છે, શત્રુઓ સામે રક્ષા મેળવવા માટે તેની આસપાસ લાંબી દિવાલનું નિર્માણ કરાવવામાં આવ્યુ હતુ કહેવામાં આવે છે કે ધ ગ્રેટ વોસ ઓફ ચાઇના બાદ આ બીજા નંબરની સૌથી લાંબી દિવાલ છે.

કેવી રીતે પહોંચવું
પર્યટકો કુંભલગઢ સુધી ફ્લાઇટ, ટ્રેન અથવા માર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકે છે
નજીકનું એરપોર્ટ – મહારાણા પ્રતાપ એરપોર્ટ, ઉદયપુર
નજીકનું રેલવે સ્ટેશન – ફાલાના જંક્શન
માર્ગ – ખાનગી વાહન અથવા સરકારી બસો

મુલાકાતનો યોગ્ય સમય – કુંભલગઢમાં વર્ષ દરમિયાન તાપમાન સામાન્ય રહે છે. ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાનનો સમય અહીં આવવા માટે આદર્શ ગણવામાં આવે છે

 

Destination 2 –  ઉદયપુર (Udaipur)

 

ઉદયપુર એક સુંદર શહેર છે. તેને લેક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પોતાના શાનદાર કિલ્લા, મંદિરો, સુંદર તળાવ, સંગ્રહાલયો અને વન્યજીવ અભ્યારણો માટે પ્રસિદ્ધ છે. મહારાણા ઉદયસિંહ દ્રિતીયએ વર્ષ 1559માં આ શહેરની સ્થાપના કરી હતી. આ સ્થળ ભારતનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે અને પોતાની સંસ્કૃતિ અને પરંપરા માટે પ્રખ્યાત છે

અન્ય આકર્ષણ – સિટી પેલેસ સંગ્રહાલય, ફતેહ પ્રકાશ પેલેસ. ક્રિસ્ટલ ગેલેરી. સહેલિયો કી બાડી, બડા મહલ, રાજ આંગન, મહારાણા પ્રતાપ સ્મારક, જગ મંદિર, નહેરુ ગાર્ડન, એકલિંગજી મંદિર

શોપિંગ –

વાતાવરણ – ઉદયપુરમાં વર્ષ દરમિયાન મોટેભાગે ગરમ અને શુષ્ક વાતાવરણ હોય છે. સપ્ટેમ્બરથી માર્ચ મહિના વચ્ચેનો સમય અહીંની મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. પર્યટકો ઉનાળામાં અહીં આવવાથી બચે છે કારણ કે ત્યારે અહીંનું તાપમાન 45 ડિગ્રી જેટલુ રહે છે. શિયાળા દરમિયાન અહીંનું વાતાવરણ સુખદ હોય છે

કઇ રીતે પહોંચું ?

ફ્લાઇટ- મહારાણા પ્રતાપ એરપોર્ટ, (22 કિમી)
ટ્રેન – ઉદયપુર રેલવે સ્ટેશન
માર્ગ – રાજસ્થાનના અન્ય શહેરોથી બસ સેવા

 

Destination 3 – રણથંભોર નેશનલ પાર્ક (Ranthambhore National Park)

 

 

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના સવાઇમાધોપુર જિલ્લામાં સ્થિત છે, તેની ગણતરી ઉત્તરભારતના મોટા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં થાય છે. અહીં વધુ પ્રમાણમાં વડના વૃક્ષ જોવા મળે છે. આ ઉદ્યાન વાઘ સંરક્ષિત ક્ષેત્ર છે. આ રાષ્ટ્રીય અભ્યારણ પોતાની સુંદરતા, વિશાળ વિસ્તાર અને વાઘોની હાજરીને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે, અભ્યારણની સાથે સાથે અહીંનો ઐતિહાસીક કિલ્લો પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

મુલાકાતનો યોગ્ય સમય – રણથંભોરમાં દિવસ દરમિયાન પણ વાઘ જોવા મળે છે. રણથંભોરની યાત્રા કરવાનો યોગ્ય સમય નવેમ્બર અને મે મહિનો છે, આ સમયે વાઘ શુષ્ક વાતાવરણમાં પાણીના સ્ત્રોતો પાસે સરળતાથી જોવા મળી રહે છે, અહીં સાંભર, હરણ, ચીતલ, દીપડો, નીલ ગાય વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે

કેવી રીતે પહોંચવું ?
ફ્લાઇટ – કોટા એરપોર્ટ (110 કિમી)
રેલવે સ્ટેશન – સવાઇમાધોપુર (11 કિમી)
માર્ગ – મેગા હાઇવે

 

Destination 4 – બાંસવાડા (Banswara)

 

બાંસવાડા રાજસ્થાનના દક્ષિણી ભાગમાં સ્થિત એક શહેર છે. બાંસવાડા 302 મીટરની ઉંચાઇ પર સ્થિત છે તે પ્રાચીન સમયમાં એક રાજસી રાજ્ય હતું, તેની સ્થાપના મહારાજા જગમાલ સિંહે કરી હતી. તેનું નામ બાંસવાડા અહીં આવેલા વાંસના જંગલો પરથી રાખવામાં આવ્યુ હતુ. તેને સો દ્રિપોના શહેર નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંથી પસાર થતી માહી નદીમાં મોટા પ્રમાણમાં દ્વિપ છે

મુખ્ય આકર્ષણના કેન્દ્ર – ત્રિપુરા સુંદરી, માહી ડેમ, કાગડી પિક અપ મેડ, મદરેશ્વર શિવ મંદિર, ભીમ કુંડ, સાગર લેક, અન્દેશ્વર મંદિર

કેવી રીતે પહોંચવું ?
ફ્લાઇટ – મહારાણા એરપોર્ટ ઉદયપુર (157 કિમી)
માર્ગ – રાજસ્થાન પરિવહન વિભાગની બસ અને ખાનગી વાહન

મુલાકાતનો યોગ્ય સમય – ઓગષ્ટથી માર્ચ મહિના દરમિયાન

 

Destination 5 –  માઉંટ આબુ (Mount Abu)

 

માઉંટ આબુ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પ્રાક્રૃતિક સુંદરતા, આરામદાયક જલવાયુ, લીલોછમ પહાડો, સુંદર તળાવ, મંદિરો અને ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે. આ સ્થાન જૈન ધર્મના પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાંનું એક છે, આ હિલ સ્ટેશન અરાવલી પર્વતની સૌથી ઉંચી ટેકરી પર 1220 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. માઉંટ આબુ પાછલા કેટલાક દશકોથી હનીમૂન માટેનું લોકપ્રિય પર્યટન સ્થળ બન્યુ છે

કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ – મહારાણા પ્રતાપ એરપોર્ટ ઉદયપુર
માર્ગ – રાજસ્થાન પરિવહન બસો અથવા તો ખાનગી વાહન
ટ્રેન – માઉંટ આબુ રેલવે સ્ટેશન, ઉદયપુર રેલવે સ્ટેશન

અન્ય આકર્ષણના કેન્દ્રો – નક્કી લેક, સનસેટ પોઇંટ, ગુરુ શિખર ચોટી, માઉંટ આબુ વન્યજીવ અભ્યારણ, આધારદેવી મંદિર

મુલાકાતનો યોગ્ય સમય – વર્ષ દરમિયાન ગમે ત્યારે અહીંની મુલાકાત લઇ શકાય છે.

 

Destination 6 – રણકપુર જૈન મંદિર (Ranakpur Jain Temple)

 

રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડીમાં સ્થિત રણકપુર જૈન મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. રણકપુર જૈન મંદિર ઉદયપુર અને જોધપુરની વચ્ચે અરાવલી પર્વતમાળાની વચ્ચે સ્થિત છે. જૈન મંદિર પોતાની ભવ્યતા, વિશાળતા અને સુંદરતા માટે વિશ્વમાં પ્રખ્યાત છે. આ જૈન મંદિર તીર્થંકર આદિનાથજીને સમર્પિત છે, ચારે તરફ જંગલોથી ઘેરાયેલા આ પ્રાચીન ભવ્ય મંદિરની સુંદરતા જોવી તો બને છે

મુલાકાતનો યોગ્ય સમય – જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે

કઇ રીતે પહોંચશોં ?

ફ્લાઇટ – મહારાણા પ્રતાપ એરપોર્ટ, ઉદયપુર
ટ્રેન – ફાલના રેલવે સ્ટેશન, ઉદયપુર રેલવે સ્ટેશન
માર્ગ – ખાનગી વાહન અથવા રાજ્ય પરિવહન નિગમની બસ

 

Destination 7 – કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન

 

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત આ રાષ્ટ્રીય ઉદ્યાનને કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો ઘાના પક્ષી વિહારના નામથી ઓળખવામાં આવે છે. આ ઉદ્યાન દેશભરના પ્રસિદ્ધ અભ્યારણોમાંનું એક છે. ઠંડીની રૂતુમાં આ અભ્યારણમાં હજારો પ્રવાસી પક્ષીઓ પ્રવાસ કરવા આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન લગભગ 370 પક્ષીઓની પ્રજાતિઓનું ઘર છે જેને કારણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે

સફારી અને તેના ચાર્જ – પગપાળા – મફત
સાયકલ રિક્શા – 50 રૂપિયા પ્રતિ કલાક
જીપ સફારી – વાહનની એન્ટ્રી ફી 50 રૂપિયા + વાહનનું ભાડુ
સાયકલ – 50 રૂપિયા

બોટિંગ – અહી તમને બોટિંગની વ્યવસ્થા પણ મળે છે પરંતુ પાણીનું સ્તર ઓછુ થાય છે ત્યારે તેને બંધ કરી દેવામાં આવે છે

સમય – શિયાળામાં 6.30 am થી 5.00 pm
ઉનાળામાં 6.00 am થી 6.00 pm

ટિકીટ – ભારતીય પર્યટક – 50 રૂપિયા વ્યક્તિ દીઠ
વિદેશી પર્યટક – 200 રૂપિયા વ્યક્તિ દીઠ
વીડિયો કેમેરા – 200 રૂપિયા
ગાઇડ – 200 રૂપિયા

મુલાકાતનો યોગ્ય સમય – શિયાળો અને ચોમાસુ

કઇ રીતે પહોંચવું ?
ફ્લાઇટ – આગ્રા એરપોર્ટ (57 કિમી), જયપુર એરપોર્ટ (185 કિમી)
ટ્રેન – ભરતપુર રેલવે સ્ટેશન (5 કિમી)
માર્ગ – ભરતપુર શહેર (2 કિમી), નેશનલ હાઇવે નંબર 21

 

Destination 8 –  ભરતપુર (Bharatpur)

 

ભરતપુર ભારતનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તેને રાજસ્થાનનો પૂર્વ દ્વાર પણ કહેવામાં આવે છે. આ એક પ્રાચીન શહેર છે જેનું નિર્માણ 1733માં મહારાજા સૂરજમલે કરાવડાવ્યુ હતુ. શહેરનું નામ રામ ભગવાનના ભાઇ ભરતના નામ પર પાડવામાં આવ્યુ હતુ. અહીં તમે લોહગઢ કિલ્લો, ડીગ કિલ્લો, ભરતપુર મહેલ, ગોપાલ ભવન, સરકારી સંગ્રહાલય, બોંકેબિહારી મંદિર, ગંગા મંદિર, લક્ષ્મણ મંદિર વગેરે પર્યટન કેન્દ્રોની મુલાકાત લઇ શકો છો

કઇ રીતે પહોંચવું ?

ફ્લાઇટ – આગ્રા એરપોર્ટ (57 કિમી), જયપુર એરપોર્ટ (185 કિમી)
ટ્રેન – ભરતપુર રેલવે સ્ટેશન
માર્ગ – નેશનલ હાઇવે નંબર 21

મુલાકાત લેવાનો યોગ્ય સમય – શિયાળો અને ચોમાસું

 

Destination 9 – જયપુર (Jaipur)

 

જયપુર ભારતના જૂના શહેરોમાંનો એક છે જેને પિંક સીટીના નામે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનની રાજધાની જયપુર અર્ધ રણ વિસ્તારમાં આવેલી છે. આ સુંદર શહેરને રાજા મહારાજા સવાઇ જયસિંહ દ્રિતિય દ્વારા બંગાળના એક વાસ્તુકલાકારની મદદ લઇને સ્થાપવામાં આવ્યુ હતુ. જયપુર ભારતનું એક માત્ર શહેર છે જેને વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવવામાં આવ્યુ છે. જયપુર હિંદુ વાસ્તુકલાનુ પ્રખ્યાત ઉદાહરણ છે. જયપુર શહેર તેના કિલ્લાઓ, મહેલો અને હવેલીઓ માટે પ્રખ્યાત છે. દુનિયાભરથી મોટા પ્રમાણમાં પર્યટકો અહીંની મુલાકાત લે છે

આકર્ષણના કેન્દ્રો – અમ્બેર કિલ્લો, નાહરગઢ કિલ્લો, હવા મહેલા, શીશ મહેલ, ગળેશ પોળ અને જલ મહેલ

પ્રવૃત્તિઓ – ઉંટની સવારી, હોટ એર બલૂન, રોક ક્લાઇમ્બિંગ

શોપિંગ – રાજસ્થાની ઘરેણાં, માટીના વાસણ, હસ્તકલા સામગ્રી, રત્નો, કાર્પેટ

ફૂડ – દાલબાટી ચૂરમા, કાંદાની કચોરી, ઘેવર, મિશ્રી માવા અને માવા કચોરી

કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ – જયપુર એરપોર્ટ
ટ્રેન – જયપુર જંક્શન
માર્ગ – રાજસ્થાન માર્ગ પરિવહન બસ, ખાનગી વાહન

મુલાકાત લેવાનો સમય – માર્ચથી ઓક્ટોબર

 

Destination 10 –  બાડમેર (Barmer)

 

બાડમેર રાજસ્થાનનું એક પ્રાચીન શહેર છે. આ શહેરને 13મી સદીમાં બાર રાવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. પહેલા બાડમેર બહાડમેર નામથી ઓળખાતુ હતુ જેનો શાબ્દિક અર્થ થાય છે બહાડાનો પર્વત કિલ્લો. રાજસ્થાનનું આ ક્ષેત્ર સમૃદ્ધ હસ્તકલા અને પારંપરિક કલાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વિભિન્ન તહેવારો અને મેળાઓની ઉજવણી અહીં ધૂમધામથી કરવામાં આવે છે. રાવલ મલ્લિનાથની યાદમાં મનાવવામાં આવતો મલ્લિનાથ તિલવારા પશુ મેળો અહીંનો પ્રમુખ મેળો છે

કેવી રીતે પહોંચવું ?

ટ્રેન – બાડમેર રેલવે સ્ટેશન
માર્ગ – બસ અને ટેક્સી
ફ્લાઇટ – જોધપુર એરપોર્ટ

મુલાકાતનો યોગ્ય સમય – ઓક્ટોબરથી માર્ચ વચ્ચે