AHMEDABAD : કોરોનાના કેસો ઓછા થતા IRCTC 7 ઓગસ્ટથી ટુર પેકેજ સાથે તેજસ ટ્રેન શરૂ કરશે

Tejas Express start from 7th August : 7 ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન (Ahmedabad-Mumbai Tejas train) અમદાવાદથી સવારે 6.40 વાગે અને મુંબઇ થી બપોરે 3.45 વાગે ઉપડશે. તો સાથે જ તેજસ ટ્રેનમાં સવાર મુસાફરોના સમાન સેનેટાઇઝ કરાશે.

AHMEDABAD : કોરોનાના કેસો ઓછા થતા IRCTC 7 ઓગસ્ટથી ટુર પેકેજ સાથે તેજસ ટ્રેન શરૂ કરશે
AHMEDABAD : IRCTC will start Tejas Express with tour package from 7th August
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2021 | 2:35 PM

AHMEDABAD : કોરોના વાયરસના કેસ ઘટતા રેલવે વિભાગ દ્વારા એક બાદ એક નિર્ણય લેવાઈ રહ્યા છે. ત્યારે IRCTC દ્વારા એક મહ્ત્વનો નિર્ણય લેવાયો છે અને તે છે તેજસ ટ્રેન શરૂ કરવાનો. IRCTC દ્વારા નિર્ણય લેવાયો છે કે 7 ઓગસ્ટથી તેજશ ટ્રેન (Tejas Express start from 7th August) શરૂ કરવામાં આવશે. મુસાફરીની માંગને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. 7 ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન (Ahmedabad-Mumbai Tejas Express train) એક સપ્તાહમાં ચાર દિવસ એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. જેમાં મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના SOP નું ફરજિયાત પાલન કરવું પડશે. તેમજ આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત રાખવી પડશે. મુસાફરોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હશે તો જ તેજસ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

7 ઓગસ્ટથી તેજસ ટ્રેન શરૂ થશે 7 ઓગસ્ટથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેન (Ahmedabad-Mumbai Tejas Express train) અમદાવાદથી સવારે 6.40 વાગે અને મુંબઇ થી બપોરે 3.45 વાગે ઉપડશે. તો સાથે જ તેજસ ટ્રેનમાં સવાર મુસાફરોના સમાન સેનેટાઇઝ કરાશે.

સાથે જ ટ્રેનમાં પેન્ટ્રી અને શૌચાલય કે જેનો વધુ ઉપયોગ થતો હોય છે તેના સહિત ટ્રેનમાં તમામ સ્થળ સેનેટાઇઝ કરવામાં આવશે જેથી ટ્રેન કે મુસાફરો માંથી વાયરસ ફેલાવવાની શક્યતાઓને ટાળી શકાય.

સાથે જ તેજશ ટ્રેન સાથે કેવડિયા ટુર પેકેજ, હેરિટેજ ટુર પેકેજ, કેવડિયા વિથ અમદાવાદ ટુર પેકેજ અને અમદાવાદ વિથ અંબાજી ટુર પેકેજ પણ જાહેર કરાયા છે. જેથી વધુમાં વધુ લોકો તેજસ ટ્રેન સેવાનો લાભ લે અને અન્ય સ્થળોની મુલાકાત પણ કરી શકે.

એટલું જ નહીં પણ આ વખતે તેજસ ટ્રેનમાં અંધેરી ખાતે સ્ટોપેજ રખાયું છે. કેમ કે અંધેરીથી એરપોર્ટ નજીક છે, જેથી મુસાફોરને વધુ સારી સુવિધા મળી રહે.

તેજસ ટ્રેન સાથે 6 ટુર પેકેજ જાહેર કરાયા તેજસ ટ્રેન સાથે જ કેટલાક ટુરિસ્ટ પેકેજ પણ શરૂ કરવામાં આવ્યાં છે અને IRCTCએ 6 સ્પેશ્યલ ટ્રેન ટુરિસ્ટ પેકેજની જાહેરાત કરી છે. આ 6 ટ્રેન રાજકોટ થી ઉપડશે અને રાજકોટ પરત ફરશે. જેમાં ભારત દર્શન સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન 3 પેકેજ અને પીલીગ્રીમ સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેનના 3 પેકેજ જાહેર કરાયા છે. કોરોનાકાળ વચ્ચે લોકો ફરીને મન હળવું કરી શકે માટે આ ટુરિસ્ટ પેકેજ શરૂ કરવામાં આવ્યા છે.

IRCTC દ્વારા અમદાવાદથી પણ ટુર પેકેજ શરૂ કરવામાં આવ્યા. જેમાં લેહ લદાખ, અંદમાન , કર્ણાટક, નોર્થ ઇસ્ટ, સિમલા, મનાલી, કાશ્મીર અને કેરળના પેકેજ પણ શરૂ કરાયા છે.દક્ષિણ દર્શન અને સાંઈ દર્શન ગોવા સ્લેશ્યલ ટુર પેકેજ પણ શરૂ કરાશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">