
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડશે. ત્યારે ભગવાન રામની અયોધ્યા નગરિના દર્શનને લઈને શ્રદ્ધાળુંઓ ખુબ ઉત્સાહિત છે. જેને લઈને બે બે મહિનાઓ અગાઉ ટ્રેનોનું બુકિંગ કરવી દીધુ છે. ત્યારે હવે તમામા ટ્રેનો ફુલ થઈ જતા લોકો પ્રાઈવેટ બસો તરફ વળ્યા છે.
અમદાવાદથી અયોધ્યા જવા માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરી રહ્યા છે તેમ છત્તા તમામ ટ્રેનોમાં બુકિંગ ફુલ થઈ ગયુ છે. ફ્લાઈટમાં પણ બુકિંગને લઈને લોકો દોડા દોડી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા જવા માટે લોકોએ પ્રાઈવેટ બસોનો સહારો લેવો પડ્યો છે. જોકે હવે દિવસો નજીક આવતા તેના ભાડામાં પણ વધારો થઈ શકે છે જેના કારણે દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાય શકે છે. ત્યારે જો તમે પણ હજુ સુધી નથી કરાવ્યું બુકિંગ તો જાણો કઈ પ્રાઈવેટ બસ તમને અયોધ્યા પહોચાડશે અન કેટલુ હશે ભાડું.
હાલ ગ્રુપ બુકિંગ ઈન્કવાયરી વધી ગઈ છે. જોકે સરકારી બસોમાં તમને તુટક તુટક પહોચાડી શકે છે. ત્યારે લોકો પ્રાઈવેટ બસોનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદથી અયોધ્યા જવા માટે પ્રાઈવેટ બસનું ભાડું 1300થી લઈને 3500 સુધી પહોચી ગયું છે.
જો તમે અમદાવાદથી અયોધ્યા માટે 16 તારીખે પ્રાઈવેટ બસમાં બુકિંગ કરાવી રહ્યા છો તો તે દિવસે અલગ અલગ ત્રણ બસો છે જેમાં શ્રી સાવરિયા ટ્રાવેલ નોન એસી બસ રાતે 8 વાગે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે પરોઢિયે 3 વાગે અયોધ્યા પહોચાડી દેશે. જેનું ભાડું પર પરસન 1350 રુપિયા છે.
જ્યારે સ્લિપર કોચમાટે શ્રી મારુતી ટ્રાવેલ તે જ સમયે 8 વાગે ઉપડશે અને પરોઢીયે 4 વાગે અયોધ્યા પહોચાડી દેશે જેનું ભાડું 2450 રુપિયા છે.તેમજ જો તમે એસી સ્લિપર કોચ બસમાં જવા માંગતા હોય તો તે રાતે 10.50 એ અમદાવાદથી ઉપડશે અને તમને બીજા દિવસે 8.30 એ અયોધ્યા પહોચાડી દેશે જેનું ભાડું 3000ની આસપાસ છે. જોકે દિવસો નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. જે અંગેની માહિતી તમે જેતે સાઈટ પર જઈને મેળવી શકો છો.
Published On - 4:08 pm, Tue, 2 January 24