Solo Trip : સોલો ટ્રીપના શોખીન લોકો માટે આ પર્યટન સ્થળો શ્રેષ્ઠ છે

Solo Trip : સોલો ટ્રીપના શોખીન લોકો માટે આ પર્યટન સ્થળો શ્રેષ્ઠ છે
Solo trip (Symbolic Image)

લોકો મોટે ભાગે મિત્રો અને પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરે છે. પણ શું તમે ક્યારેય એકલા ફરવા ગયા છો? સોલો ટ્રીપ એ એક સાહસ અને પોતાનામાં એક અનોખો અનુભવ છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 26, 2022 | 2:11 PM

સોલો ટ્રાવેલ  (Solo Trip) એ અદ્ભુત અનુભવ છે. તે ઘણું સાહસ ભરેલુ હોય છે. સોલો ટ્રાવેલ દરમિયાન, તમે માત્ર તમારી પોતાની કંપનીનો જ આનંદ લેતા નથી પરંતુ તમને નવા લોકોને મળવાની તક પણ મળે છે. સોલો ટ્રાવેલનો (Solo Travel)આનંદ જીવનમાં એકવાર અવશ્ય લેવો જોઈએ. આ દરમિયાન તમે ઘણી નવી વસ્તુઓ શીખો છો. આ સાથે, તે જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવવામાં પણ મદદ કરે છે. તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવો છો. જો તમે એકલા ફરવા જવાનું વિચારતા હોવ તો દિલ્હીની નજીકના ઘણા સ્થળોની મુલાકાત (Travel Places) લેવાનો પ્લાન બનાવી શકો છો. ચાલો જાણીએ કે તમે સોલો ટ્રિપ માટે કયા સ્થળોએ જઈ શકો છો.

ઋષિકેશ

હરિદ્વારની નજીક આવેલું ઋષિકેશ એકલા પ્રવાસ માટે ઉત્તમ સ્થળ છે. તમે અહીં રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, કેમ્પિંગ અને અન્ય ઘણી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. ઋષિકેશને વિશ્વની યોગ રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે.

જયપુર

જયપુરને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાસે સમૃદ્ધ વારસો અને ઘણાં સ્મારકો અને માળખાં છે. દરેક સાથે એક રસપ્રદ વાર્તા જોડાયેલી છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ. જો તમે રોયલ અનુભવ મેળવવા માગતા હોવ તો તમારે અહી એકલા પ્રવાસ માટે ચોક્કસ જવું જોઈએ.

વારાણસી

વારાણસીને બનારસ અને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે શાંતિનો અનુભવ તો કરશો જ સાથે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ પણ લઈ શકશો. એક સુખદ અનુભવ માટે વારાણસીની મુલાકાત લેવી જ જોઈએ.

બીર બિલિંગ

જો તમને પેરાગ્લાઈડિંગ કરવાનું પસંદ છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. આ હિમાચલ પ્રદેશનું એક નાનકડું ગામ છે. તમે સપ્તાહના અંતે અહીં સોલો ટ્રાવેલનું આયોજન કરી શકો છો. તે શ્રેષ્ઠ પેરાગ્લાઈડિંગ સાઈટ તરીકે ઓળખાય છે. આ તમારી એડવેન્ચર સોલો ટ્રીપ માટે યોગ્ય સ્થળ છે.

ઉદયપુર

રાજસ્થાનનું ઉદયપુર સુંદર અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલું છે. તેમાં અનેક મનોહર તળાવો છે. તે ભવ્ય સ્થાપત્ય, સુંદર મંદિરો અને કુદરતી સૌંદર્યથી મંત્રમુગ્ધ કરતુ શહેર છે. તમે અહીં નૌકાવિહારનો આનંદ માણી શકો છો, ભવ્ય પ્રાચીન કિલ્લાઓ અને બજારોમાં ખરીદી કરી શકો છો.

મનાલી

મનાલી દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. તે વન્ડરલેન્ડ જેવું લાગે છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ, સાહસના શોખીનો અને ટ્રેકર્સ માટે પરફેક્ટ છે. તમે અહીં આઈસ સ્કેટિંગ, પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ અને અન્ય ઘણી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો.

કસોલ

કસોલ એ હિમાચલ પ્રદેશનું એક નાનકડું ગામ છે જે પાર્વતી નદીના કિનારે આવેલું છે. આ ખૂબ જ શાંત જગ્યા છે. તમે અહીં સુંદર નજારો માણી શકો છો.

આ પણ વાંચો-

Travel Dishes : પ્રવાસ દરમિયાન આ પ્રખ્યાત અને આરોગ્યપ્રદ વાનગીઓનો આનંદ જરુર માણજો

આ પણ વાંચે-

Travel Tips: જો તમે લાંબા વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો આ ટિપ્સ તમારા કામ લાગશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati