શું તમારા બાળકને મોબાઈલની લત લાગી છે? તો છુટકારો મેળવવા આ યુક્તિઓ અજમાવો

શું તમારા બાળકને મોબાઈલની લત લાગી છે? તો છુટકારો મેળવવા આ યુક્તિઓ અજમાવો
Child Smartphone Addiction

Child care tips: ક્યારેક માતા-પિતા બાળકોને ફોનની લતમાંથી મુક્તિ અપાવવા માટે એટલા કડક થઈ જાય છે કે તેના કારણે બાળકો વધુ જિદ્દી બની જાય છે. અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે બાળકોને ફોન કે સ્માર્ટ ટીવીથી ઘણી હદ સુધી દૂર રાખી શકો છો.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 22, 2022 | 9:18 PM

આજના સમયમાં બહુ ઓછા બાળકો એવા છે જે ફોન કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરવા ટેવાયેલા નથી. મોટાભાગના માતા-પિતા એ વાતને લઈને ટેન્શનમાં હોય છે કે તેમનું બાળક હંમેશા ફોન પર જ રહે છે. આ ગેજેટ્સ બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર ( Phone addiction in children) કરી રહ્યા છે. આજના બાળકો ( Mental health tips) ફોન અને ટીવીના રિમોટને પોતાની દુનિયા માને છે. ઘરમાં તેમની પાસેથી આ વસ્તુઓ છીનવી લેવાનો અર્થ છે ઝઘડા કે તણાવથી ભરેલું વાતાવરણ ઊભું કરવું. વાલીઓ ચિંતામાં છે કે તેમના બાળકની આ લતમાંથી કેવી રીતે છુટકારો મેળવવો. કેટલીકવાર માતાપિતા પણ બાળકો પ્રત્યે કડક બની જાય છે, પરંતુ આ પદ્ધતિ તેમને વધુ જિદ્દી બનાવી શકે છે. અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે બાળકોને ફોન કે સ્માર્ટ ટીવીથી ઘણી હદ સુધી દૂર રાખી શકો છો.

બાળકને શારીરિક પ્રવૃત્તિના કાર્ય આપો

ફોન કે ટીવીની આદતથી છૂટકારો મેળવવા માટે તમે બાળકોને શારીરિક પ્રવૃત્તિના કાર્યો આપી શકો છો. આ માટે બજારમાંથી એવા રમકડાં લાવો, જેમાં શારીરિક મહેનત વધુ હોય. આવી સર્જનાત્મક વસ્તુઓ કરવામાં બાળકની રુચિ પણ જાગશે અને તે આ બાબતોમાં વધુને વધુ સમય વિતાવશે.

બહાર ફરવા લઈ જાવ

ઉનાળાના વેકેશનમાં, મોટાભાગના વાલીઓ ગરમીને કારણે તેમના બાળકોને ઘરે રાખવાનું પસંદ કરે છે અને આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ક્યાંક સાચું છે. જો બાળકો ઘરે રહેશે તો તેઓ પણ ફોનમાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં, તમે તેમને પાર્કમાં લઈ જાઓ અને આ માટે સવાર કે સાંજનો સમય પસંદ કરો. અહીં બાળક સાથે બેડમિન્ટન રમો અથવા અન્ય રમતો કરો. જો તમારી પાસે જવાનો સમય ન હોય તો બાળકને અન્ય બાળકો સાથે પાર્કમાં મોકલો.

પ્રેમથી સમજાવો

બાળક પાસેથી ફોન છીનવી લેવા કે ટીવી બંધ કરવાની બાબતમાં માતા-પિતા થોડા અઘરા બની જાય છે. આ પદ્ધતિ તેને થોડી ક્ષણો માટે ફોનથી દૂર લઈ જશે, પરંતુ બાળક તમારા પ્રત્યે નકારાત્મક બની શકે છે. તેના બદલે બાળક સાથે થોડા પ્રેમથી વર્તો અને તેને નુકસાન વિશે સમજાવો. બાળક તમારી વાત સમજી જશે.

નિયમ બનાવો

બાળકોએ ગેજેટ્સ અથવા સ્માર્ટ ટીવીને સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ, આ ન થઈ શકે અને તમે નથી ઈચ્છતા કે તેઓ હંમેશા તેમાં વ્યસ્ત રહે. આવી સ્થિતિમાં મધ્યમ માર્ગ શોધવો જરૂરી છે. તમારા બાળકને ગેજેટ્સ આપવા અથવા સ્માર્ટ ટીવી જોવા માટે નિયમો બનાવો. આ માટે સમય નક્કી કરો. બાળક કયા સમયથી અને કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરે છે, તેને તેનો સમય જણાવો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati