90 ટકા લોકો નથી જાણતા બીયર પીવાની સાચી રીત, યોગ્ય ટેકનિકથી પીશો તો પીવાની મજા બેવડાઈ જશે
Beer: આજકલ બીયર પીવાનુ ચલણ ઘણુ વધી ગયુ છે. પરંતુ તેની સાથે સમસ્યા એ છે કે તેને પીવાની યોગ્ય રીત લોકો જાણતા નથી. આજે આપને બીયર પીવાની યોગ્ય ટેકનિક વિશે જણાવશુ.

દુનિયામાં ચા પછી જો કોઈ પીણુ સૌથી વધુ પીવાતુ હોય તો એ છે બીયર.. પાર્ટી હોય, વિકેન્ડ હોય, કોઈ ટ્રીપ પર હોય કે પછી લગ્ન પ્રસંગ.. લોકોની પહેલી પસંદ હોય છે બીયર. પરંતુ બીયરની સાથે લોકો એક ભૂલ કરી બેસતા હોય છે. એ છે લોકો તેને યોગ્ય ઢબથી પીતા નથી હોતા. આજે આપને જણાવશુ કે બીયર પીવાની સાચી રીત શું છે.
રિસર્ચ જણાવે છે કે વિશ્વમાં 90% લોકો બીયર પીવાની સાચી રીત જાણતા નથી અને જેમ મન પડે તેમ પીતા હોય છે. પરંતુ જો તમે તેને યોગ્ય મેથડથી પીવો છો તો તેનો ટેસ્ટ અને મજા બંને બેવડાઈ જાય છે.

સૌથી પહેલી ભૂલ તો લોકો તેને ખોટા ગ્લાસમાં પીવાની કરે છે. બીયર પીવા માટે ખાસ પિંટ ગ્લાસ કે મગ હોય છે, જેનાથી તેની રિયલ ફ્લેવર બહાર આવે છે.
ત્યારબાદ બીજી સૌથી મોટી ભૂલ એ છે કે લોકો તેને ફ્રીઝમાંથી કાઢે છે અને ગટાવી જાય છે. પરંતુ તેને પીવાની સૌથી યોગ્ય રીત એ છે કે રિયલ ટેસ્ટ માટે તેને 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ પર સર્વ કરવી જોઈએ.

આ ઉપરાંત એક ભૂલ જે ખાસ કરીન યુવાનો કરે છે, એ છે બીયરને ડાયરેક્ટ બોટલથી પીવે છે. પરંતુ આવુ કરવાથી તેની ફ્લેવર અને સુંગધ બંને ઓછા થઈ જાય છે. તેના માટે જરૂરી છે કે તેને તમે ગ્લાસમાં કાઢીને પીવો. તેના માટે જરૂરી છે કે તમે ગ્લાસમાં કાઢીને પીવો.
આ ઉપરાંત બીયરને ગ્લાસમાં કાઢવાની એક ટેકનિક છે. જેમ કે ગ્લાસને 45 ડિગ્રી સુધી નમાવીને બિયર રેડવી જોઈએ, જેથી ફીણ સંતુલિત બને.
બીયર પીતી વખતે યોગ્ય ચખના પણ હોવા જોઈએ. સ્વાદિષ્ટ ચખનાથી બિયરનો ટેસ્ટ પણ વધી જાય છે. પિત્ઝા, ફ્રેન્ચ ફ્રાઈસ કે બાર્બેક્યુ જેવા સ્નેક્સ તેના ફ્લેવરને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

છેલ્લે સૌથી અગત્યની વાત એ છે કે બીયર પીવાની યોગ્ય રીત એ છે કે એકદમ ધીમે ધીમે સીપ્સ લઈને પીવી. તેને એકદમ જલદી જલદી ગટકી જવાથી સ્વાદ ખરાબ થઈ જાય છે અને પેટમાં પણ ફુલી જાય છે. જો તમે બીયરનો આનંદ લેવા ઈચ્છો છો તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો.
