Live in Relationship : શું એક પરણિત સ્ત્રી લીવ ઇન રીલેશનશીપમાં રહી શકે છે? જાણો શું કહ્યું કોર્ટે

Live in Relationship : આજકાલ આપણે ઘણા એવા લોકોને જાણીએ છીએ જે એક બીજા સાથે પરણ્યા વગર Live in Relationship માં સાથે રહે છે. અહી પ્રશ્ન એ થાય કે જો કોઈ સ્ત્રી પરણિત છે તો તે લિવ ઇન રિલેશનશિપમાં કોઈ અન્ય પુરૂષ સાથે રહી શકે ?

Live in Relationship : શું એક પરણિત સ્ત્રી લીવ ઇન રીલેશનશીપમાં રહી શકે છે? જાણો શું કહ્યું કોર્ટે
સાંકેતિક તસ્વીર

Live in Relationship : આજકાલ લીવ ઇન રીલેશનશીપની ઘણી ચર્ચાઓ થઇ રહી છે. લીવ ઇન રીલેશનશીપ એટલે સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર બે પુખ્ત વયના લોકો છોકરો અને છોકરી લગ્ન કર્યા વિના પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પારિવારિક-વૈવાહિક જીવન જીવી શકે છે.

વર્ષ 2013 માં સુપ્રીમ કોર્ટે Live in Relationship લિવ ઇન રિલેશનશિપ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. આ મુજબ જે સંબંધ પર્યાપ્ત એવા લાંબા સમયથી ચાલે છે, તે આગળ જતા લાંબા સમય સુધી ચાલશે આ કોર્ટ નિર્ણય કરશે. જો બંને ભાગીદારો તેમના નાણાકીય અને અન્ય પ્રકારનાં સંસાધનો લાંબા સમયથી એકબીજા સાથે શેર કરતા હોય, તો આ સંબંધને લિવ-ઇન પણ કહેવામાં આવશે.

લિવ ઇન રિલેશનશિપની કાયદાકીય માન્યતા મુજબ, બંને ભાગીદારો વચ્ચે જાતીય સંબંધની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આજકાલ આપણે ઘણા એવા લોકોને જાણીએ છીએ જે એક બીજા સાથે પરણ્યા વગર Live in Relationship માં સાથે રહે છે. અહી પ્રશ્ન એ થાય કે જો કોઈ સ્ત્રી પરણિત છે તો તે લિવ ઇન રિલેશનશિપમાં કોઈ અન્ય પુરૂષ સાથે રહી શકે ? આવો જાણીએ આ અંગે કોર્ટે શું કહ્યું ?

ઇલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
Live in Relationship માં સાથે રહેતા એક પુરૂષ અને સ્ત્રીએ ઇલાહાબાદ હાઈકોર્ટ (Allahabad high court) માં અરજી કરી હતી કે અમુક બહારના તત્વો એ બંનેને હેરાન કરે છે. માટે કોર્ટ એ આદેશ આપે કે એ બંનેને સુરક્ષા આપવામાં આવે. અરજી કરનારા બંનેમાંથી સ્ત્રી પહેલાથી પરણિત હોવા છતાં અન્ય પુરૂષ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ જોતા કોર્ટે કહ્યું ,

“શું અમે એવા લોકોને સુરક્ષા પ્રદાન કરી શકીએ છીએ કે જેઓ હિન્દુ લગ્ન અધિનિયમના આદેશની વિરુદ્ધનું કાર્ય કરવા ઈચ્છે છે ?” ભારતના બંધારણનો આર્ટિકલ 21 વ્યક્તિને તેની સ્વતંત્રતા મેળવવાની મંજૂરી આપે છે પરંતુ આઝાદી તેના પર લાગુ પડેલા કાયદાની મર્યાદામાં હોવી જોઈએ.”

 

કોર્ટે કહ્યું, “આ પરણિત સ્ત્રીએ કોઈપણ કારણોસર તેના પતિથી દૂર રહેવાનું નક્કી કર્યું છે, તો આપણે તેને જીવનની સુરક્ષા અને સ્વતંત્રતાની આડમાં આવા સંબંધોમાં રહેવાની મંજુરી કેવી રીતે આપી શકીએ”

 

કોર્ટે Live in Relationship માં રહેતા આ બંનેની અરજી ફગાવી અને રૂ.5000 નો દંડ પણ ફટકાર્યો. ઇલાહાબાદ હાઈકોર્ટ ઉપરાંત પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે એક ચુકાદામાં અને રાજસ્થાન હાઈકોર્ટે એક ચુકાદામાં લિવ ઇન રિલેશનશિપમાં એક પરણિત સ્ત્રીનું અન્ય પુરૂષ સાથે રહેવું અયોગ્ય ઠેરવ્યું હતું.

Click on your DTH Provider to Add TV9 Gujarati