New Trend : કોરોનાકાળમાં અચાનક સોફાની ખરીદી વધી, કારણ જાણીને આશ્ચર્ય પામશો

કોરોના મહામારીમાં મોટાભાગના લોકો ઘરોમાં કેદ છે. ઘણા લોકો ઘરેથી (Work From Home)કામ કરી રહ્યા છે

New Trend : કોરોનાકાળમાં અચાનક સોફાની ખરીદી વધી, કારણ જાણીને આશ્ચર્ય પામશો
Work From Home સહિતના બદલાયેલા ટ્રેન્ડના કારણે સોફા ની મંગમાં વધારો થયો છે.
Follow Us:
| Updated on: May 15, 2021 | 9:42 AM

કોરોના મહામારીમાં મોટાભાગના લોકો ઘરોમાં કેદ છે. ઘણા લોકો ઘરેથી (Work From Home)કામ કરી રહ્યા છે, તો ઘણાને સમય પસાર કરવો મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં હોમ ડેકોર પ્રોડકટ્સની માંગ વધી છે. ખાસ કરીને આરામદાયક સોફાની ખરીદી લોકોની પસંદગી તરીકે ઉભરી આવી છે. આને કારણે ફર્નિચર ઉત્પાદકોના વેચાણમાં ટ્રિપલ ડિજિટમાં વધારો થયો છે.

ગોદરેજ ઈંટરિઓના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુબોધ મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કન્ઝ્યુમર્સએ તેમના મકાનોને મેગ્નિફાઇંગ ગ્લાસથી જોવાની શરૂઆત કરી દીધી છે. લોકો ઘરમાં વધુ આરામદાયક સોફા ઇચ્છે છે. ફર્નિચર કેટેગરીમાં 2 થી 3 ગણો વધારો થયો છે જ્યારે છેલ્લા વર્ષમાં વર્ક ફ્રોમ હોમ પ્રોડક્ટ્સના વેચાણમાં 5 થી 10 ગણો વધારો થયો છે.

પુરુષો પોતાનો મોટાભાગનો સમય ઘરોમાં વિતાવે છે, તેથી તેઓ ફર્નિચર ખરીદી રહ્યા છે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ઘરોમાં પરિવર્તન લાવવાનું એક મુખ્ય કારણ એ છે કે લોકો અને ખાસ કરીને પુરુષો મોટાભાગનો સમય ઘરોમાં વિતાવતા હોય છે. સારાફ ફર્નિચરના સ્થાપક અને સીઈઓ રઘુનંદન સરાફે કહ્યું છે કે પુરુષો મોટાભાગનો સમય ઘરે વિતાવી રહ્યા છે તેમનો ખરીદીમાં રસ વધ્યો છે . મહામારી દરમિયાન કંપનીના વેચાણમાં 300 ટકાનો વધારો થયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગયા વર્ષે લોકડાઉનમાં એર્ગોનોમિક્સ ચેર અને ડેસ્કની માંગ વધી હતી ગયા વર્ષે એર્ગોનોમિક ચેર અને ડેસ્ક(ergonomic chairs and desks)ની ખુબ ખરીદી કરવામાં આવી હતી. આ રોગચાળો હાલ જવાનું નામ નથી લઈ રહ્યો. દેશની સૌથી મોટી ઓનલાઇન ફર્નિચર કંપનીઓમાંની એક કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોફા, બીન બેગ, સ્ટોરોજ સોલ્યુશન્સ અને હોમ ડેકોર (લેમ્પ્સ અને કાર્પેટ સહિત) ની વધારે માંગ છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન હોવા છતાં આ વર્ષનું વેચાણ છેલ્લા કેટલાક વર્ષો કરતા વધુ સારું થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">